Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પ્રીતિ વેબ સિરીઝમાં

મહોબ્બતે ફિલ્મથી અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સાથે બોલીવુડમાં અભિનય કારકિર્દી શરૂ કરનારી અભિનેત્રી પ્રીતિ જાંગિયાની જો કે આ ફિલ્મ પછી બોલીવૂડમાં કોઇ નામના મેળવી શકી નહોતી. લાંબા સમય સુધી ફિલ્મી પરદાથી દૂર રહેલી પ્રીતિ  પણ હવે ડિજીટલ પ્લેટફોર્મે પર આવી રહી છે. તે વેબ સિરીઝથી એકિટંગ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહી છે. નવા શરૂ થઈ રહેલાં 'રાપચિક' નામના પ્લેટફોર્મ પર આવનારી વેબ સિરીઝ 'મેડ ફોર ઇચ અધર' માટે પ્રિતીને સાઇન કરવામાં આવી છે. પ્રીતિ સાથે રાજશ્રી ઠક્કર અને સંદિપ પાટીલ પણ અભિનય કરશે. વેબ સિરીઝમાં ત્રણ એવા કપલની વાત છે કે જેની જિંદગીમાં એક સરખાં કિસ્સાઓ બને છે અને એ પછી પણ એ ઘટનાઓની અસર વિપરીત દેખાય છે. જો જીવનસાથી યોગ્ય સ્વભાવનું ન મળે તો કેવી હાલત થઈ જાય એની વાત મેડ ફોર ઇચ અધરમાં કરવામાં આવી છે.  પ્રીતિએ કારકિર્દીની શરૂઆત મલયાલમ ફિલ્મથી ૧૯૯૯માં કરી હતી. એ પછી ૨૦૦૦માં તે બોલીવૂડમાં આવી હતી.

(9:45 am IST)
  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST

  • ઈડન ગાર્ડન્સનું વાતાવરણ વન-ડે અથવા ટી-૨૦ જેવું જ રહેશેઃ વિટોરી access_time 3:32 pm IST

  • મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી કરવી હવે કાયદેસર ગણાશે : કેન્સરની બનશે દવા :સરકાર નિયમ 1985માં કરશે ફેરફાર :અફીણની માફક ગાંજાની પણ ખેતી કરી શકાશે :દરવર્ષે લાયસન્સ અપાશે : ખેતીના ફાયદા ગણાવતા જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખેતીથી કેન્સર જેવી બીમારીઓની દવા બનાવાશે :આ ગાંજો નહીં પણ હેમ્પની ખેતી થાય છે : ઉત્તર પ્રદશ અને ઉત્તરાખંડમાં પણ આ ખેતી થાય છે access_time 1:12 am IST