Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ફિલ્મ સર્જક મણિરત્નમને હાર્ટ એટેકનો હુમલો

મુંબઇ : નેશનલ એવોર્ડ વિજેતા ટોચના ફિલ્મ સર્જક મણીરત્નમને હાર્ટનો પ્રોબ્લેમ થતાં ચેન્નાઇની એપોલો હૉસ્પિટલમાં દાખલ થયા હોવાના સમાચારે સાઉથના ફિલ્મોદ્યોગમાં ચિંતાની લાગણી પ્રસરાવી દીધી હતીસાઉથની ભાષાઓ ઉપરાંત હિન્દીમાં ઉત્તમોત્તમ ફિલ્મો બનાવનારા મણીરત્નમ સાઉથના સિનિયર ફિલ્મ સર્જક છે. ૨૦૦૪માં યુવા ફિલ્મ બનતી હતી ત્યારે એમને પહેલો એટેક આવ્યો હતો. ત્યારથી એ સતત હાર્ટની સારવાર લેતા રહ્યા છે અને નિયમિત ચેકપ કરાવવા ઉપરાંત ડૉક્ટરોે સૂચવેલાં ઔષધો સતત પોતાની સાથે રાખે છે. હાલ તેઓ શ્રીનગરમાં વેકેશન માણી રહ્યા હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. તેમને દિલ્હી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયટ ઑફ મેડિકલ સાયન્સીઝ્માં લાવવામાં આવ્યા હતા. એમના કુટુંબીજનોએ મિડિયાને આ વાતની જાણ કરી નહોતી. એ લોકો મિડિયાને દૂર રાખવાના મતના હતા.૨૦૧૮માં પણ મણીરત્નમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.  ત્યારે પણ મિડિયાને દૂર રાખવા હૉસ્પિટલે એવી જાહેરાત કરી હતી કે અમે માત્ર ચેકપ માટે તેમને બોલાવ્યા હતા. ત્યારબાદ તેમને તરત ઘેર જવા દેવામાં આવ્યા હતા.અત્યારે ફરી મણીરત્નમ હૉસ્પિટલમાં છે અને હાલ તેમની તબિયત વિશે કંઇ કહેવા ડૉક્ટરો તૈયાર નથી.

(5:42 pm IST)