Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સાક્ષી-મોના એક સાથે

ટીવી સિરીયલોના નિર્માણ માટે જાણીતી એકતા કપૂર વેબ સિરીઝના મામલે પણ અગ્રેસર છે. તે પોતાના ઓલ્ટ બાલાજી બેનર હેઠળ અનેક ચર્ચાસ્પદ વેબ શો આપી ચુકી છે. હવે તે 'એમ.ઓ.એમ.-મિશન ઓવર માર્સ' નામની વેબ સિરીઝને કારણે ચર્ચામાં આવી છે. આ સિરીઝનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે જેણે અત્યારથી જ ઉત્તેજના જગાવી છે. આ સિરીઝમાં ટીવી જગતની બે દિગ્ગજ અભિનેત્રી સાક્ષી તન્વર અને મોના સિંહ મુખ્ય રોલમાં છે. આ ઉપરાંત નિધિ સિંહ અને પલોમી ઘોષ પણ અભિનય કરી રહી છે.  આ ચારેય વૈજ્ઞાનિકના રોલમાં છે. સિરીઝમાં એ ચાર મહિલા વૈજ્ઞાનિકોની કહાની છે જેણે મિશન મંગલયાન માટે ખાસ કામગીરી કરી હતી. અક્ષય કુમારની એક ફિલ્મ આવી રહી છે તે પણ આ વિષય પર આધારીત છે. ત્યારે ફિલ્મ અને આ વેબ સિરીઝમાં દર્શકોને શું અલગતા જોવા મળશે તે સમય આવ્યે ખબર પડશે.

 

(10:10 am IST)