Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ફિલ્મ 'શર્માજીકી બેટી'થી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરશે

મુંબઇ :  આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ફિલ્મ 'શર્માજીકી બેટી'થી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં બે મહિલા અભિનેત્રીઓને લેવાની વાત છે. સામાન્ય રીતે મહિલાઓને સમાજમાં જે તકલીફો વિવાદો અને સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે તેને આ ફિલ્મમાં વણી લેવામાં આવશે.

માધુરી દીક્ષિત આ ફિલ્મનો હિસ્સો હશે તેવી પહેલા વાત હતી. પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આયુષ્યમાન ખુરાના આ ફિલ્મનો હિસ્સો નહીં હોય તેમ તાહિરાએ જણાવ્યું હતું. આયુષ્યમાન પાસે ફિલ્મોની તારીખોનો અભાવ હોવાથી તે આ ફિલ્મમાં કેમિયો પણ નહીં કરે તેમ આયુષ્યમાનની પત્નીએ જણાવ્યું હતું.

પરંતુ સૂત્રના પ્રમાણે આયુષ્યમાન આ ફિલ્મમાં વિશેષ ભૂમિકામાં જોવા મળશે. જોકે આ વાતને હજી ફિલ્મસર્જકનું સમર્થન મળ્યું નથી. જો આમ થશે તો પતિ-પત્ની ફિલ્મમાં સાથે કામ કરશે. રસપ્રદ વાત તો એ છે કે, પતિ-પત્ની એક વેબસિરીઝમાં પણ સાથે કામ કરવાના છે.

(11:44 am IST)