Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રસ્તા પર કચરો ફેકતા યુવક પર ભડકી અનુષ્કા : યુવકને શહેરમાં કચરો ન ફેલાવવા જણાવ્યું : પતી વિરાટે શેર કર્યો વિડીયો

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને તેની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સામાજિક મુદ્દાઓ પર પોતાનો મત ખુલીને વ્યક્ત કરતા હોય છે. આવી જ એક ઘટના ત્યારે જોવા મળી જ્યારે એક લક્ઝરી કારમાં બેસેલા યુવકે ખાલી પાણીની બોટલને રસ્તા પર ફેંકી દીધી.

યુવકે કારમાંથી પાણીની બોટલને રસ્તા પર ફેંકતા જ અનુષ્કા નારાજ થઈ ગઈ અને તેને ત્યાં જ બોલવા લાગી. તે સમયે પતિ વિરાટ કોહલીએ એક વીડિયો પણ બનાવી લીધો. કેપ્ટન કોહલીએ આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં અનુષ્કા શર્મા લક્ઝરી કારમાં બેસેલા યુવકને રસ્તા પર પ્લાસ્ટિકની બોટલ ફેંકવા બદલ તેને સમજાવતી દેખાય છે. તે પોતાની કારની વિન્ડો ગ્લાસ નીચે કરીને કહી રહી છે, તમે રસ્તા પર કચરો કેમ ફેંકી રહ્યા છો? તમે પ્લાસ્ટિકની બોટલ રસ્તા પર કેમ ફેંકી રહ્યા છો? આગળથી ધ્યાન રાખજો, તમે રસ્તા પર આવી રીતે પ્લાસ્ટિકની બોટલ ન ફેંકી શકો.

કેપ્ટન કોહલી આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા લખે છે, આ લોકોને રસ્તા પર કચરો ફેંકતા જોઈને સરખી રીતે સમજાવ્યા. શું આવા લોકો આપણા દેશના સ્વચ્છ રાખી શકે છે? આ મોંઘી કારમાં ફરે છે પરંતુ તેમનું મગજ ખરાબ છ, જો તમે પણ કોઈને આમ કરતા જુઓ તો તેમને રોકીને જાગૃતતા ફેલાવો.

 

(11:14 pm IST)
  • મુંબઈમાં આજે સવારથી બહારના વિસ્તારોમાં વાદળાઓની જબ્બર જમાવટ છે : વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાયો છે access_time 11:28 am IST

  • જમ્મુ-કાશ્મીરઃ ઇદની નમાઝ બાદ શ્રીનગરમાં પત્થરમારોઃ આઇએસઆઇએસ અને પાકિસ્તાનના ઝંડા દેખાડાયા access_time 11:27 am IST

  • કંપનીના જણાવ્યા પ્રમાણે વોટ્સએપએ હાલમાં તેણે પોતાના મોબાઈલ ડિવાઈસ સપોર્ટ પેજને અપડેટ કર્યું છે. જેને લઈ કંપનીએ ડિવાસનું લિસ્ટ જાહેર કર્યુ છે કે, આ સ્માર્ટફોનમાં 31 ડિસેમ્બર 2018 પછી વોટ્સઅપ બંધ થઈ જશે. આ લિસ્ટમાં નોકિયા S40, આઈફોન 3GS/iOS 6, બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10, એન્ડ્રોઈડ 2.3.3.થી જૂના સ્માર્ટફોન્સ સહિતનો ફોન્સનો સમાવેશ થાય છે. access_time 1:02 am IST