Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સિમ્બા માટે બોડી બનાવી રહયો છે રણવીર

મુંબઇ  તા.૧૬: રણવીર સિંહ આજકાલ 'સિમ્બા' માટે ખૂબ જ કસરત કરી રહયો છે. 'સિમ્બા'માં તે પોલીસ ઇન્સ્પેકટરનું પાત્ર ભજવી રહયો છે. આ ફિલ્મમાં તેના યુનિફોર્મની બાંય એટલી શોર્ટ છે કે તના બાઇશેપ્સ પણ દેખાશે. આ કારણસર તે ખૂબ જ કસરત કરી રહયો છે જેથી તે એકદમ ફીટ દેખાય. તેણે ફિલ્મના શૂટીંગ શરૂ થવાના ઘણા દિવસ પહેલાં કસરત શરૂ કરી દીધી હતી, પરંતુ તે ફિલ્મનું શૂ઼ટીંગ પૂ રું થાય ત્યાં સુધી આ રૂટીન ચાલુ રાખવા માગે છે. આ ફિલ્મનું શૂટીંગ હાલમાં હૈદરાબાદમાં આવેલા રામોજી ફિલ્મ સિટીમાં કરવામાં આવી રહયું છે. આ ફિલ્મનું શૂ઼ટીંગ પુરું થયા બાદ રણવીર રાતે કસરત કરે છે. તેના ટ્રેઇનરે હાલમાં જ રણવીરનો ફોટો સોશ્યલ મિડીયા પર શેર કર્યો હતો.

(3:51 pm IST)