Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વરુણ ધવનની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી'નું ફર્સ્ટ પોસ્ટર લોન્ચ: 18 ડિસેમ્બરના થશે ટ્રેલર રિલીઝ

મુંબઈ: રેમો ડીસુઝા ગુરુવારે મુંબઇમાં ‘હાઈ ઓન ડાન્સ’ ના લોકાર્પણ દરમિયાન મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં રેમોએ જણાવ્યું કે સ્ટ્રીટ ડાન્સર 3 ડીનું ટ્રેલર 18 ડિસેમ્બરે આવનાર છે.24 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહેલી સ્ટ્રીટ ડાન્સર 3 ડી ના મુખ્ય અભિનેતા વરુણ ધવનનો પહેલો લુક સામે આવ્યો છે. અભિનેતાએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ફિલ્મનું પોસ્ટર બહાર પાડ્યું હતું. ફોટામાં વરૂણ બ્લેક હૂડ જેકેટમાં જોવા મળી રહ્યો છે.રેમો ડીસુઝાએ કહ્યું કે, "સ્ટ્રીટ ડાન્સર 3 ડીનું ટ્રેલર 18 ડિસેમ્બરે બહાર આવનાર છે. ટ્રેલર પહેલા 12 ડિસેમ્બરે આવવાનું હતું, પરંતુ ઘણાં વીએફએક્સ અને 3 ડીને કારણે, અમે ટ્રેલરની રિલીઝની તારીખ લંબાવી. હવે અમારી ફિલ્મ ટ્રેલર 18 ડિસેમ્બરે લોન્ચ થશે.

(5:06 pm IST)