Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સાઉથની વધુ એક સુંદરી બોલીવૂડમાં

રણવીરસિંહ ગુજરાતી યુવાનની કહાની પર આધારીત ફિલ્મ 'જયેશભાઇ જોરદાર'ના શુટીંગમાં વ્યસ્ત બન્યો છે. આ ફિલ્મનું ઘણું ખરૂ શુટીંગ ગુજરાતના અમુક શહેરો, ગામોમાં પણ થવાનું છે. આ ફિલ્મના રણબીર કપૂરના લૂકથી તેના ચાહકો ચોંકી ગયા હતાં. તે તદ્દન ગુજરાતી દેખાઇ રહ્યો છે. ફિલ્મમાં હિરોઇન કોણ હશે? તે અંગેની ચર્ચાઓ વચ્ચે તેલુગુ અભિનેત્રી શાલિની પાંડેની પસંદગી થઇ છે. શાલિનીએ હિટ ફિલ્મ અર્જૂન રેડ્ડીમાં મુખ્ય રોલ નિભાવ્યો હતો. તે યશરાજ ફિલ્મ્સની જયેશભાઇ જોરદાર થકી બોલીવૂડમાં એન્ટ્રી કરશે. તે સાથે વધુ એક સાઉથ સુંદરી બોલીવૂડમાં પગલા માંડશે. યશરાજે રણવીરસિંહ, અનુષ્કા શર્મા, ભૂમિ પેડનેકર સહિતના સ્ટાર બોલીવૂડને આપ્યા છે. હવે શાલિનીને તક મળી છે. ફિલ્મના નિર્માતા મનિષ શર્મા છે. તેણે કહ્યું હતું કે અમારી ફિલ્મની કહાની મુજબ એક નવી અભિનેત્રી જ યોગ્ય હતી, જેથી શાલિનીને લેવાઇ છે. તેણે ઓડિશનમાં જ આ વાત સાબિત કરી દીધી હતી.

 

(10:15 am IST)