Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

નુસરતની આકર્ષક અદા

બોલીવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા પોતાના અભિનય અને ફિલ્મોની સાથોસાથ લૂકને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. સોશિયલ મિડીયા પરની તેની તસ્વીરો સતત ચાહકોમાં ચર્ચા જગાવતી રહે છે. તાજેતરમાં તેણે કાળી-ગુલાબી સાડી સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. જેને ઇન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી હતી. કાળી-ગુલાબી સાડી સાથે બ્લેક કલરનું બેકલેસ બ્લાઉઝ તેણે પહેર્યુ હતું. જે તેના લૂકને પરફેકટ બનાવી દે છે. નુસરત ભરૂચા હવે રાજકુમાર રાવ સાથે છલાંગ નામની ફિલ્મમાં જોવા મળી છે. જેમાં તે એક શિક્ષીકાનું પાત્ર ભજવી રહી છે. આ ઉપરાંત તેના હાથ પર હુડદંગ નામની ફિલ્મ છે. જેમાં સની કોૈશલ અને વિજય વર્મા મુખ્ય ભુમિકામાં છે. એલએસડી, મેરઠીયા ગેંગ, પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્વીટી, ડ્રીમ ગર્લ સહિતની ફિલ્મો કરી ચુકી છે. ત્રણ વિડીયો સોંગ પણ તેણે કર્યા છે. તો કિટ્ટી પાર્ટી અને સેવન જેવા ટીવી શો પણ તે કરી ચુકી છે.

(10:11 am IST)