Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ફિલ્મ 'શમશેરા'ના સેટ પરથી રણબીર કપૂરનો લુક થયો વાઇરલ

મુંબઈ: સંજય દત્ત, રણબીર કપૂર અને વાણી કપૂર અભિનીત ફિલ્મ શમશેરાનું નિર્દેશન કરણ મલ્હોત્રા કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગમાંથી એક તસવીર સામે આવી છે. ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તસવીર રણબીર કપૂરના ઘણા ફેનપેજ શેર કરી રહ્યા છે. ફોટામાં રણબીર કપૂરની દાઢી ખૂબ મોટી છે અને તેનો લુક પણ એકદમ અલગ લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે તસવીરો 'શમશેરા' ના સેટ પરથી લિક થઈ હતી. રણબીરનો આવો લુક તમે પહેલાં કોઇપણ ફિલ્મમાં જોયો હોત.

(5:03 pm IST)