Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સેટરડે નાઇટ પાર્ટી

 ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ શનિવારે રાતે બાંદરામાં આવેલા તેના ઘરે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા, જેકલિન ફર્નાન્ડસ, જાહ્ન્વી કપૂર, નતાશા પૂનાવાલા અને કરણ જાહેર જોવા મળ્યાં હતા. આ પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં શિલ્પાએ લખ્યું હતું કે ' મનીષ મલ્હોત્રાએ શનિવારે તેના ઘરે પાર્ટી રાખી હતી અને મારે એ કહેવુ રહ્યુ કે તે ખૂબ જ સારો હોસ્ટ છે. વરસાદ પણ અમારી મજાને નહોતો બગાડી શકયોે કરણ જાહેર અને તેના હયુમર અને જેકલિનની પાગલપંતી સાથે ખૂબ જ મસ્તી કરી હતી. જાહ્નવીને તેની'ધડક'ના ટ્રેલરના લોન્ચ માટે શુભેચ્છા.'

(3:38 pm IST)