Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કરણ જોહરની નિર્દેશનવાળી ફિલ્મમાં નજરે પડશે હિટ જોડી કાજોલ-શાહરુખ

મુંબઇ:  કલાકાર જોડી કાજોલ અને શાહરુખ ખાન ફરી એકવાર પરદા પર સાથે દેખાશે એવી જાણકારી મળી હતી. અગાઉ બંનેની જોડી કેટલીક સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. ટોચનો ફિલ્મ સર્જક અને શાહરુખનો ખાસ દોસ્ત મનાતો કરણ જોહર બંનેને લઇને એક ફિલ્મનંુ પ્લાનિંગ કરી રહ્યો હોવાનું કહેવાય છે. છેલ્લે જોડી રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ દિલવાલેમાં દેખાઇ હતી. ફિલ્મ પણ હિટ નીવડી હતી. વચ્ચે થોડો સમય કરણ જોહર અને કાજોલ વચ્ચે ગેરસમજ અને અબોલા સર્જાયા હતા. પરંતુ હવે ભૂતકાળની વાત ગણાય છે અને ફરી એકવાર કાજોલ અને કરણ મિત્રો બની ગયાં છે. કરણના પ્રવક્તાએ કહ્યું કે કરણ કને એક સ્ક્રીપ્ટ આવી હતી જે એને ગમી હતી અને ફિલ્મ માટે કાજોલ અને શાહરુખને લેવા માગતો હતો. એણે પોતાના બંને દોસ્તોને સ્ક્રીપ્ટની વાત કરી હતી. શાહરુખ અને કાજોલને પણ સ્ક્રીપ્ટ ગમી હતી અને તેમણે ફિલ્મ કરવાની તૈયારી દાખવી હતીય કાજોલ અને શાહરુખની ફિલ્મ યશ ચોપરા નિર્મિત દિલવાલે દૂલ્હનિયાં લે જાયેંગે સુપરહિટ નીવડી હતી અને મુંબઇના મરાઠા મંદિરમાં સતત પાંચ વરસ ચાલી હતી.

(4:15 pm IST)