Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

હવે આવશે રકૂલની 'મરજાવા'

અભિનેત્રી રકૂલ પ્રિત સિંહ ફિલ્મો ઉપરાંત સોશિયલ મિડીયા પર પણ સક્રિય રહે છે. તેની તાજેતરની ફિલ્મ દે દે પ્યાર દે દર્શકોને ગમી છે. અજય દેવગણ અને તબ્બુ સાથેની ફિલ્મમાં તેણે પચાસ વર્ષના પુરૂષની ખુબ નાની વયની પ્રેમિકાનો રોલ નિભાવ્યો છે. રકૂલે તાજેતરમાં લાલ રંગના ડ્રેસ સાથેની હોટ તસ્વીરો પોસ્ટ કરી હતી. શોર્ટ ડ્રેસમાં તે ખુબ જ સુંદર દેખાઇ રહી હતી. સાથે તેની સ્માઇલને પણ દર્શકોએ પસંદ કરી છે. ઇંસ્ટાગ્રામ પર રકૂલની આ તસ્વીરોએ ધૂમ મચાવી હતી. જીકયુ એવોર્ડ ફંકશનમાં હાજરી આપવા માટે રકૂલે આ લૂક ધારણ કર્યો હતો. રકૂનલી આગામી ફિલ્મ 'મરજાવા' છે. નવી દિલ્હીમાં ૧૦ ઓકટોબરના જન્મેલી રકૂલ ૨૦૦૯માં કન્નડ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તેલુગુ અને તમિલ મળી ૨૫ જેટલી સાઉથની ફિલ્મો કરી છે.  સાઉથમાં તે સુપર સ્ટાર ગણાય છે. ૨૦૧૪માં બોલીવૂડમાં યારીયા ફિલ્મથી શરૂઆત કરી હતી. દે દે પ્યાર દેમાં તેના અભિનયને ખુબ પસંદ કરાયો છે.

(11:26 am IST)