Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

હેલિકોપ્ટર પર કેઝયુઅલી લટકતો અક્ષયકુમાર

મુંબઈ – પોતાના ચાહકોને બાઈક સ્ટન્ટ દ્વારા આશ્ચર્યચકિત કર્યા બાદ બોલીવૂડ એકટર અક્ષય કુમારે  હવે એક એવી તસવીર શેર કરીને દરેકને ચોંકાવી દીધા છે, જેમાં એને બેંગકોકમાં આગામી હિન્દી ફિલ્મ 'સૂર્યવંશી'ફિલ્મના શૂટિંગ વખતે એક હેલિકોપ્ટર પર લટકતો જોઈ શકાય છે. અક્ષયે સોશિયલ મિડિયા પર આ તસવીર અપલોડ કરી છે, જેમાં તે એક હેલિકોપ્ટર પર લટકતો દેખાય છે અને મોટરબાઈક પર જઈ રહેલા ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીનો પીછો કરે છે. અક્ષયે ફોટાની કેપ્શનમાં લખ્યું છેઃ એક હેલિકોપ્ટર પર આકસ્મિકપણે લટકી રહ્યો છું. 'સૂર્યવંશી'ના સેટ પરનો એક વધુ દિવસ. ખાસ નોંધઃ આવું જોખમ જાતે ખેડવાનો પ્રયત્ન કરવો નહીં, બધા સ્ટન્ટ્સ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવા. 'સૂર્યવંશી'રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુતિકરણ છે, જેની સાથે રોહિત શેટ્ટી પિકચરેઝ, ધર્મા પ્રોડકશન્સ અને કેપ ઓફ ગૂડ ફિલ્મ્સ પણ સહનિર્માતાઓ છે. ફિલ્મમાં અક્ષય વીર સૂર્યવંશી તરીકે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ પાત્ર એક ત્રાસવાદી-વિરોધી ટૂકડીનો ઓફિસર છે.ફિલ્મમાં અક્ષયની હિરોઈન છે કેટરીના કૈફ. એમની સાથે નીના ગુપ્તા પણ છે, જે અક્ષયની માતા બની છે.

(10:20 am IST)