Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ફિલ્મ બદલામાં મારો રોલ ખૂબ જ પડકારજનક છે: તાપસી પન્નુ

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુનું કહેવુ છે કે તેની આગામી ફિલ્મ બદલામાં તેનો રોલ ખૂબ પડકારજનક છે. તેમજ પોતાના પાત્રને ન્યાય આપવા માટે તેણે અત્યારથી પૂર્વ તૈયારી શરુ કરી દીધી છે. 

 

સુત્રોના જણાવ્યા મુજબ પિંક, નામ શબાના જેવી હિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી તમામને પ્રભાવિત કરી ચુકેલ તાપસી પન્નુ ફરી એકવાર આજ પ્રકારના પડકારજનક પાત્રમાં જોવા મળશે. અનિરુદ્ધ રાયચૌધરીની પિન્ક બાદ તાપસી ફરી મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં નજરે પડશે. 
વીકી અરોરા સાથે તેણે કરેલ ટૂંકી ફિલ્મ નીતિશાસ્ત્રના પ્રમોશન દરમિયાન તેણે મીડિયા સાથે અંગેની વાત કરી હતી. ટૂંકી ફિલ્મનુ ડાયરેક્શન કપિલ વર્માએ કર્યુ છે. નીતિશાસ્ત્ર દ્વારા ટૂંકી ફિલ્મના ક્ષેત્રમાં પણ પ્રવેશી રહી છે. સુજોય ઘોષની ફિલ્મ બદલામાં તાપસી એક વેપારી મહિલાનો રોલ કરી રહી છે. તેણે અંગે જણાવ્યુ કે, મારા અગાઉના રોલ્સ કરતા રોલ થોડો વધુ ગ્લેમરસ અને પડકારજનક છે. જોકે જુડવા-૨માં મારો રોલ જેટલો ગ્લેમરસ હતો એટલી હદે બદલાનો રોલ ગ્લેમરસ નથી. એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે. સુનિલ ક્ષેત્રપાલ ફિલ્મનુ નિર્માણ કરી રહ્યા છે અને સુજોય ઘોષ ફિલ્મનુ ડાયરેક્શન. તાપસીએ જણાવ્યુ કે, ફિલ્મ ૧૪ જુને ફ્લોર પર આવી જશે. અભિનેત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, હોકી લિજેન્ડ સંદીપ સિંઘની બાયોફિલ્મ સૂરમાનુ ટ્રેલર ૧૧ જુનના રોજ રીલીઝ કરાશે અને ફિલ્મ જુલાઈના રોજ રીલીઝ કરાશે. ફિલ્મમાં મારી ભૂમિકા મહત્વની છે. જ્યારે ફિલ્મમાં દલજીત દોસાંઝ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો.

(3:45 pm IST)