Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

એકલાખ ડેઇલી વેજિસ વર્કસના પરિવારને મહિનાનું રેશન આપશે અમિતાભ બચ્ચન

મુંબઇ તા. ૬ : અમિતાભ બચ્ચને ઓલ ઇન્ડિયા ફિલ્મ એમ્પલોઇઝ કન્ફેડરેશનના એક લાખ ડેઇલી વેજિસ વર્કસના પરિવારને એક મહિનાનું રેશન આપવાનો નિર્ણય લીધો છે. હાલમાં કોરોના વાઇરસને કારણે લોકોના જીવનનિર્વાહનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. એથી અનેક સેલિબ્રિટીઝ તેમની મદદ માટે આગળ આવી છે.અમિતાભ બચ્ચનની આ પહેલને સાથ આપવા સૌની પિકચર્સ નેટવકર્સ ઇન્ડિયા અને કલ્યાણ જ્વેલર્સ આગળ આવ્યા છેે. સાથે જ હાઇપર માર્કેટ્સ અને ગ્રોસરી સ્ટોર્સની ભાગીદારીથી એમની બારકોડેડ કુપન આ કર્મચારીઓને આપવામાં આવશે એટલું જ નહીં, કેટલાક લોકોને આર્થિક મદદ પણ પુરી પાડવામાં આવશે.

(9:28 am IST)