Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

'વોર'નું નવું સોન્ગ થયું રિલીઝ: ઋત્વિક-વાણીની જોવા મળી કેમેસ્ટ્રી

મુંબઈ:બોલીવૂડના બે એક્શન સ્ટાર્સ ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ પહેલી વખત સ્ક્રીન પર એક સાથે નજરે પડવાના છે. તેમની આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ‘વૉર’નું પ્રથમ ગીત ઘુંગરુ રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મના આ પહેલા ગીતને લઇને ફેન્સમાં ખૂબ એક્સાઇટમેન્ટ હતી. મેકર્સે પહેલા જ દાવો કર્યો હતો કે ફિલ્મના આ ડાન્સિંગ નંબર પર તમે પોતાને નાચવાથી રોકી શકશો નહીં. આ ગીતના ગાયક અરજિત સિંહ અને શિલ્પા રાયે ગાયું છે. જણાવી દઇએ કે આ ગીત ફિલ્મ ‘ધર્મ કાંટા’ના પ્રસિદ્ધ ગીત ‘મોહ આઇ ન જગ સે, મેં ઇતના જોર સે નાચી આજ’ કે ઘુંઘરું ટૂટ ગએ’નું રિક્રિએટેડ વર્ઝન છે.‘વૉર’નું આ નવું ગીત ઋત્વિક રોશન અને વાણી કપૂરની સાથે બનાવવામાં આવ્યું છે. જેમા તેની હોટ કેમેસ્ટ્રી સ્પષ્ટ નજરે પડી રહી છે. જોકે, વાણી આ ફિલ્મમાં પણ તેની ગત ફિલ્મ ‘બેફિક્ર’ના અંદાજમાં પણ નજરે પડી રહી છે. આ ગીતને વિશાલ-શેખરે તેમનું સંગીત આપ્યું છે. આ ગીત બીચ પર બનાવવામાં આવ્યું છે. તમે પણ જુઓ ફિલ્મ વૉરનું નવું ગીત…

(5:19 pm IST)