Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

આ તદ્દન અલગ જ પાત્ર છેઃ અર્જુન

બોલીવૂડના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ ડિજીટલ પ્‍લેટફોર્મ પર અલગ અલગ વેબ સિરીઝ અને ફિલ્‍મોમાં કામ કરતાં થયા છે. અર્જુન રામપાલ પણ ધ ફાઇનલ કોલ અને નેઇલ પોલીસ જેવા પ્રોજેક્‍ટથી વેબ સિરીઝમાં એન્‍ટ્રી કરી ચુકયો છે. તાજેતમાં તેની નવી સિરીઝ લંડન ફાઇલ્‍સ પણ રિલીઝ થઇ ચુકી છે. આ સિરીઝમાં તે એક ડિટેક્‍ટીવ બન્‍યો છે. આ શોમાં તે એક એવા અટપટા કેસમાં ફસાયો છે કે તેને પોતાની જાત પરથી વિશ્વાસ ઉઠી જાય છે. અર્જુને કહ્યું હતું કે અત્‍યાર સુધી ફિલ્‍મી પરદે મેં જેટલા પાત્રો ભજવ્‍યા છે તેનાથી આ તદ્દન અલગ જ છે. આ રોલ જ એવો હતો કે હું તેમાં કામ કરવા તૈયાર થઇ ગયો હતો. ઓમસિંહનું મારુ પાત્ર સામાન્‍ય ડિટેક્‍ટીવનું નથી. તે ઘણો દુષ્‍ટ, દુર્વ્‍યવહારી છે તેને પોતાની પણ અનેક સમસ્‍યાઓ છે. તે સતત વિચારોમાં ખોવાયેલો રહે છે. આમ છતાં આ ઉમદા પાત્રને ભજવીને મને ખુબ જ આનંદ મળ્‍યો છે. દર્શકોને પણ મારો આ રોલ ગમ્‍યો છે.

(11:19 am IST)