Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અનુરાગ બસુની ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલમાંથી કંગના રાનૌટનું પત્તુ કપાયું

મુંબઈ:અભિનેત્રી કંગના રનૌત અનુરાગ બસુની હિટ ફિલ્મ લાઇફ ઇન મેટ્રોની સિક્વલમાં નથી એવી માહિતી મળી હતી.ઓરિજિનલ ફિલ્મમાં કંગનાનો પાવરફૂલ રોલ હતોખરું પૂછો તો કંગનાની અભિનય કારકિર્દી અનુરાગ બસુની ગેંગસ્ટર ફિલ્મથી શરૂ થઇ હતી. લાઇફ ઇન મેટ્રોમાં પણ એનો જોરદાર રોલ હોવાથી ફિલ્મની સિક્વલની વાતો વહેતી થઇ ત્યારે સ્વાભાવિક રીતે બધાંને એમ હતું કે કંગના તો સિક્વલમાં હશે .પરંતુ સિક્વલ સાથે સંકળાયેલા સૂત્રે આપેલી માહિતી મુજબ કંગના તો સિક્વલમાં ચમકવા ઉત્સુક હતી પરંતુ એની પાસે હાલ તારીખો નથી. મણીકર્ણિકા અને અન્ય પ્રોજેક્ટ સાથે બીઝી છે એટલે સળંગ તારીખો આપી શકે એમ નથી. અશ્વિની આયર તિવારીની કબડ્ડી વિશેની ફિલ્મ પંગા પણ કરવાની છે.અનુરાગ બસુ કંગનાની વાટ જોઇને બેસી રહેવા નથી માગતા એટલે અન્ય અભિનેત્રીની તલાશ જારી છે. આમ ઓરિજિનલ ફિલ્મમાં જોરદાર રોલ હોવા છતાં લાઇફ ઇન મેટ્રોની સિક્વલમાં કંગના નહીં હોય.

(5:01 pm IST)