Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વરુણ અને અનુષ્કાની ફિલ્મ 'સુઈ ધાગા'નું બીજું પોસ્ટર થયું રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી અનુષ્કા શર્માની આગામી ફિલ્મ 'સુઈ ધાગા'નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં બને કલાકરો ખુબ ખુશ દેખાઈ રહ્યા છે. પોસ્ટરને વરુને પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેયર કર્યું છે અને લખ્યું કે 4 વીક ટુ ગો.

ફિલ્મમાં વરુણ અને અનુષ્કા શર્માનો દેશી લૂક બધા દર્શકોને ખુબ પસંદ આવશે. પહેલી વખત અનુષ્કા ગામઠી અવતારમાં દર્શકો સામે આવવાની છે. તેની ભાષાથી લઈને તેના પહેરવેશ પણ જોરદાર છે. ફિલ્મ સુઈ ધાગામાં અનુષ્કાનું  નામ મમતા અને વરુણનું મૌજી છે. ફિલ્મ મેડ ઈન ઇન્ડિયાના થીમ પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન શરત કટારીયાનું અને કહાની મનીષ શર્માની છે. ફિલ્મ 28 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે,

(4:58 pm IST)