Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

ભાજપના સદાબહાર હસમુખા નેતા શામજીભાઈ ચાવડાનો જન્મદિન

રાજકોટ : ૧૯૭૧થી આરએસએસમાં સેવા આપી રહેલા અને હસમુખા, સ્વભાવના એવા શ્રી શામજીભાઈ પીઠાભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ત્રણ ટર્મ યુવા ભાજપ ઉપપ્રમુખ, ત્રણ ટર્મ શહેર ભાજપ ઉપપ્રમુખ, એક ટર્મ અનુ. જાતિ મોરચાના શહેર મહામંત્રી, નશાબંધી બોર્ડના ડીરેકટર અને ત્રણ વખત કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂકયા છે. માલીયાસણ ગામે જન્મેલા શામજીભાઈએ મહાપાલિકાની અનેક કમીટીઓમાં ચેરમેન તરીકે યશસ્વી કામગીરી બજાવી છે. તેઓના જન્મદિને મો. ૯૮૨૪૦ ૩૯૪૭૪ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

(11:25 am IST)