Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

'લાલ' પોપટની ફુલગુલાબી કારકીર્દિ ચોસઠમાં વર્ષમાં લીલોછમ્મ પ્રવેશ

રાજકોટ : સેવા જેનું વ્રત છે, કરૂણા જેનો ભાવ છે, સતત સક્રિયતા જેનો સ્વભાવ છે તેવા રાષ્ટ્રવાદી વિચારનાં પ્રખર ધ્વજધારી, પીઢ ભાજપ અગ્રણી અને રઘુવંશી શ્રેષ્ઠી શ્રી લાલભાઇ પોપટ (વિનોદભાઇ) આજે સતત પ્રવાહીત જીવનનાં ૬૪ માં વર્ષમાં પ્રવેશી રહેલ છે.

રાજકોટ નાગરીક સહકારી બેંકમાં ૩૭ વર્ષની ઝળહળતી અને બેદાગ કારકીર્દી પૂર્ણ કરી અને ષષ્ટીપૂર્તિ એ જ ધારાશાસ્ત્રી તરીકેની કારકીર્દિ શરૂ કરી અને યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ સાથે આજે શ્રી લાલભાઇ  ટૂંકાગાળામાં નામાંકિત ધારાશાસ્ત્રી બની દરેક નિવૃતો માટે એક ઉદાહરણરૂપ મીશાલ બનેલ છે. રેવન્યુ, બેંકીંગ આર્બીટ્રેશન કન્વેયન્સીંગ, ડ્રાફટીંગ, લીગલ મેન્યુઅલ, જેવા વકીલાતના ક્ષેત્રે હથરોટી પ્રાપ્ત કરી છે.

સવિશેષ ઉલ્લેખનીય એટલે સંપૂર્ણપણે પ્રચાર-પ્રસિધ્ધથી વિમુખ રીતે રખડતાં ભટકતાં - ત્યજાયેલાં - તરછોડાયેલા - વંચિત બાળકોની સેવા માટે શ્રી લાલભાઇ અને તેમના ધર્મપત્ની દક્ષાબેન ઉદાહરણ સ્વરૂપ સક્રિય છે.  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં બાલ સ્વયંસેવક બન્યા લાલ કપરા સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રવૃત થઇ અને મજબુત - મક્કમ અને આક્રમક છાત્ર નેતા તરીકે પ્રસ્થાપિત થયા. જનસંઘના સમયથી બુથ, વોર્ડથી લઇ કર્મઠ કાર્યકર્તા બની દોડતા રહેલા આ જનસંઘી યુવા નેતા શહેર ભાજપના કારોબારી સભ્ય છે.  લાલભાઇ પૂ. સંત જલારામબાપાના તેમજ  વિદ્યમાન સંત પૂ. હરીચરણદાસબાપુનાં સમર્પિત ભકત છે.સેવા-સમર્પણ-સહકાર-સામંજસ્યપૂર્ણ વ્યવહાર અને સક્રિયતા પંચામૃત સમાન જર્વામર્દ રઘુવંશી લાલભાઇ પોપટ પર જન્મદિને ઇશ્વરની અમૃતવર્ષા અને શુભેચ્છકોની અભિનંદન વર્ષા મો. નં. ૯૪ર૮ર ૦૦૦૧૮ ઉપર થઇ રહી છે.

(11:46 am IST)