Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનો ૭૧માં વર્ષમાં પ્રવેશ

ઘનધોર વાદળોને આહવાન મુબારક, ડી.કે. સખિયાને જન્મદિન મુબારક

રાજકોટ : 'ડી.કે.' તરીકે સુવિખ્યાત લોકનેતા શ્રી દેવરાજભાઇ ખોડાભાઇ સખિયા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯પ૦ના વર્ષની ર૦ જૂને થયેલ. આજે ભાવ અને પ્રભાવથી ભરપુર જીવનના ૭૧માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. શ્રી ડી.કે. સખિયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને બેડી માર્કેટયાર્ડના ચેરમેન છે. મોટા ખીજડીયા (પડધરી) જુથ સહકારી મંડળીને સબળ નેતૃત્વ પુરૂ પાડયું છે. દ્વારકા અન ેનાથદ્વારા લેઉવા પટેલ સમાજ ભવન સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. કોઇ પોતાના માર્ગે કાંટા વેરે તો પણ તેના માર્ગે પુષ્પો પાથરવાના હકારાત્મક અભિગમના કારણે તેમના ચાહકોનું વર્તુળ મોટું છે. તેઓ સબંધ બાંધે છે. સ્નેહથી વિકસાવે છે. વ્હાલથી એને સાચવે છે. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. મો. ૯૮રપર ૧૯૦૧૧ રાજકોટ.

(3:31 pm IST)