Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગોંડલ નગરપાલિકા દ્વારા રૂ. ૧.૮ કરોડના ખર્ચે શહેરના બે રોડનું ખાતમુહૂર્ત

 ગોંડલ :શહેરના પુનીતનગર અને ખંઢેરીયા મેન્શન પાછળ આવેલ હનુમાનજી વાળી શેરીમાં ભૂગર્ભના કામો પૂરા થયા હોય પાલિકાતંત્ર દ્વારા આજે રૂ ૧.૮ કરોડના ખર્ચે સીસી અને આર.સી.સી.રોડના કામ નું ખાતમુહૂર્ત કરાતા લોકોમાં હરખની હેલી પ્રસરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભૂગર્ભ ગટરોના કામ પૂરા થયા બાદ પાલિકા તંત્ર દ્વારા યુદ્ઘના ધોરણે શહેરના રાજમાર્ગોના ડામર સી.સી આરસીસીથી બનાવવાનું યુદ્ઘના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યા હોય પુનીત નગર મેઇન રોડ અને ત્રણ બાપાસીતારામ ચોક સુધી આરસીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા ના હસ્તે કરાતા લોકોમાં હરખની હેલી પ્રસરી હતી આ તકે ભાજપના મોવડી અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયંતિભાઇ ઢોલ પાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયા ભાજપના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા બાંધકામ શાખાના આસિફભાઇ જિકરીયા, સદસ્ય કૌશિકભાઇ પડાળીયા, સદસ્યા પ્રવિણાબેન વઘાસિયા, વિજયાબેન વાવડીયા અને ક્રિષ્નાબેન તન્ના સહિતના હાજર રહ્યા હતા. પુનીતનગર મેઈનરોડ ૪૫૮ મીટર સી.સી રોડ બનશે જેનો અંદાજીત ખર્ચ ૨૮ લાખ રૂપિયા છે અને ત્રણ ખુણીયા બસ સ્ટેન્ડ રોડ થી બાપાસીતારામ ચોક સુધી ૫૧૪ મીટરનો આર.સી.સી રોડ બનાવવાનો છે જેનો અંદાજીત ખર્ચ ૮૦ લાખ રૂપિયા થનાર છે આ બંને રોડનો કુલ ખર્ચ એક કરોડ અને આઠ લાખ થનાર છે. તસ્વીરમાં ખાતમુહુર્ત પ્રસંગે ઉપસ્થિત જનસમુદાય નજરે પડે છે.

(11:23 am IST)