સમાચાર ફટાફટ

બાવળા-બગોદરા હાઇવે ચક્કાજામ : રાજપુતોએ ટાયરો સળગાવી પદ્માવત ફીલ્મનો કર્યો વિરોધ : હાઇવે પર થયો ટ્રાફીક જામ: (7:35 pm IST)

'પદ્માવત' ફિલ્મ અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ નિર્ણય લેશુ : મુખ્યમંત્રીનું નિવેદન વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ જ પદ્માવત ફિલ્મનો પ્રતિબંધ ઉઠાવવા અંગે નિર્ણય લેશુ: (6:14 pm IST)

અમદાવાદમાં માનવ તસ્કરી કરતી ટોળકી ઝડપાઈ : ૧ લાખમાં બાળકનો સોદો કરતી વખતે બે મહિલા સહિત ૪ રંગે હાથ ઝડપાયા : સોલામાંથી બાળકનું અપહરણ કરી રૂ.૧ લાખમાં આ બાળકને વેચવાનું કારસ્તાન કરનાર માનવ તસ્કરી કરતાં મહેન્દ્ર, જીતુ, પૂનમ અને સંગીતાની વસ્ત્રાલ પોલીસે કરી ધરપકડ: (6:14 pm IST)

બીલીમોરામાં ધો. ૧૨ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત : બિલીમોરાની કે.બી. પટેલ સ્કુલમાં અભ્યાસ કરતી ધો.૧૨ની વિદ્યાર્થીનીએ ગણદેવીના દેવધા ડેમમાં પડી કરી આત્મહત્યા: (6:14 pm IST)

ઉત્તર પ્રદેશઃમથુરામાં એન્કાઉન્ટર દરમિયાન પોલીસની ગોળી લાગતા ૮ વર્ષના બાળકનું મોત : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પીડિતના પરીવારને રૂ.૫ લાખના વળતરની જાહેરાત : (4:14 pm IST)

છોટાઉદેપુરમાં બસ ઉપર પથ્થરમારો કરી લૂંટનો પ્રયાસ :ચીસાડીયા ગામ પાસે બસના કાચ તોડી લૂંટનો પ્રયાસ થયોઃ મુસાફરોને પણ માર મારવામાં આવ્યો: (4:14 pm IST)

કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરાશે, ત્યારબાદ જ કાર્યવાહી આગળ કરાશે : પ્રદિપસિંહ જાડેજા :સુપ્રિમ કોર્ટના ફિલ્મ 'પદ્માવત'ના ચુકાદા બાદ : (4:14 pm IST)

શેર બજારમાં બપોરે વેંચવાલીઃ સેન્‍સેકસ ઉપરથી ર૦૦ અને નીફટી ૭૦ પોઇન્‍ટ તુટયોઃ મીડકેપમાં ભારે વેંચવાલીઃ ઇન્‍ડેક્ષ ઉપરથી ૬પ૦ પોઇન્‍ટ ડાઉનઃ બેંક નીફટી ઉપલા સ્‍તરથી ૩૦૦ ડાઉન: (4:02 pm IST)

બાઇકની હડફેટે નણંદ-ભોજાઇના કરૂણ મોત થયા : પંચમહાલના હાલોલ-કાલોલ રોડ પર બાઈકની હડફેટે બે રાહદારી તથા નણંદ-ભોજાઈ અને બાઈકચાલકનું મોતઃ નવજીવન હોટલ નજીક વિચિત્ર અકસ્માત : બાઈક પર બેઠેલા અન્ય એક યુવક ગંભીર: (3:35 pm IST)

ભારતની ૧૧૨ મહિલાઓનું આજે રાષ્ટ્રપતિશ્રી કોવિંદના હસ્તે સન્માન :જુદા-જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી બજાવવાની પહેલ કરનાર : જેમાં એમબીએ થયેલ મહિલા સરપંચ, દેશની સૌપ્રથમ મહિલા પાઈલોટ, રેલ્વે રસ્ટેશન ઉપર મજુરી કરતી મહિલા મજુર, સહિતનાઓનું સન્માન થશે: (3:35 pm IST)

હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવવા બદલ ભોપાલ પોલીસે ભાજપના સાંસદ આલોક સંજરને દંડ ફટકાર્યો: (3:34 pm IST)

વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના મૂલ્યમાં 1 લી ડિસેમ્બર પછી પ્રથમ વખત લક્ઝમબર્ગના બિટસ્ટેમ્પ એક્સચેન્જમાં 11% ઘટીને 10,000 ડોલર (6.4 લાખ) થઈ છે. બિટકોઇનના નિયમનને લઈને થઈ રહેલ ચિંતાઓ વચ્ચે આ ઘટાડો નોંધાયો છે. નોંધપાત્ર રીતે, ડિસેમ્બરમાં બિટકોઇનની કિંમત લગભગ 20,000 ડોલરના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી હતી.: (10:14 am IST)

ડીજીએમઓ સીધી વાતચીતની વાતો ખોટીઃપાકિસ્તાન :પાકિસ્તાને મીડિયામાં ચાલતી સંભવિત ભારત-પાકિસ્તાનના ડાયરેકટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશન (ડીજીએમઓ) સ્તરની સીધી વાતચીત સંબંધી વાતોને બિનજરૂરી અને ભ્રામક કહી : ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે આ વાતચીત નિયંત્રણ રેખા (એલઓસી) ઉપર વિશ્વાસ જાળવી રાખવા માટે દર વર્ષે કરવામાં આવતી હતી, જે છેલ્લા ૪ વર્ષથી સ્થગીત છે: (4:14 pm IST)

સુરતમાં જીએસટી દરોડા : મહિધરપુરામાં જવેલર્સને ત્યાંથી ૨ કરોડનું સોનું જપ્ત: (3:30 pm IST)

સુપ્રિમ કોર્ટનો નિર્ણય છતાં કરણી સેના લાલઘુમ : ગમે તેમ કરીને ફિલ્મનું પ્રસારણ રોકવા તૈયારી : પીઆઇએલ દાખલ કરવા વિચાર : રાષ્ટ્રપતિ પાસે નાખશે ધા : સુપ્રિમ કોર્ટના ફેંસલાને ડબલ બેંચ સમક્ષ પડકારશે : (3:30 pm IST)

પાકિસ્‍તાનની વધુ ૪ ચોકીઓ ફૂંકી મારતુ ભારતીય સૈન્‍ય : જમ્‍મુ - કાશ્‍મીર સરહદે પાકિસ્‍તાનની નાપાક હરકતોનો મૂંહતોડ જવાબ: (12:38 pm IST)

ડોકલામમાં ચીનની હરકતો અને ચીની લશ્‍કરની તૈનાતી માટે વડાપ્રધાન પાસે જવાબ માગતું કોંગ્રેસ : શાબ્‍દિક પ્રહારો: (12:37 pm IST)

સુરતમાં જીએસટી દરોડા : મહિધરપુરામાં જવેલર્સને ત્‍યાંથી ૨ કરોડનું સોનું જપ્‍ત: (12:37 pm IST)

જીઓ ૨૪-જીઓ ૫૪: જીઓએ બે નાના રિચાર્જ જાહેર કર્યા જીઓ ૨૪માં ર દિવસ માટે અનલીમીટેડ ઇન્‍ટરનેટ-કોલીંગ સુવિધાઃ જયારે ૧૯ રૂા.ના પ્‍લાનમાં ૧ દિવસ માટે આ સુવિધા મળશે: (12:37 pm IST)

હજજયાત્રીઓની સબસીડી બંધ કરવાના નિર્ણયથી અરવલ્લીના મુસ્‍લિમોમાં નારાજગીઃ દરિયાઈ માર્ગે હજ મોકલવાની યોજના અંગે પણ શંકા વ્‍યક્‍ત કરી : (11:17 am IST)

ભરૂચના ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાને મારી નાખવાની ધમકી બાદ હથિયારધારી પોલીસકર્મીનો બંદોબસ્‍ત ગોઠવાયો : સાંસદને સુરક્ષા અપાવવા આદિવાસી આવેદન આપે તે પહેલા બંદોબસ્‍ત મુકાતા કાર્યક્રમ મોકૂફ : (11:17 am IST)

હવાના શુદ્ધિકરણ માટે ચીને બનાવ્‍યું ૩૦૦ ફુટનું વિશ્વનું સૌથી ઉંચુ ટાવર : ઝીયાનમાં ૩૩૦ ફૂટ ઉંચુ ટાવર લાગડવાથી તેની આસપાસના ૧૦ કિમિ વિસ્‍તારની હવાની ગુણવતામાં સુધારો : (11:17 am IST)

અંકલેશ્વરના અન્‍સાર માર્કેટ પાછળ પાંચ જેટલા ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકીઃ ૧ કલાક પછી આગ કાબુ મેળવાયો: (11:16 am IST)

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડીયાએ ICAI CA CPTની પરીક્ષાના પરિણામો ઓફિશિયલ વૅબસાઇટ પર કર્યા જાહેર : icaiexam.icai.org, caresults.icai.org અને icai.nic.in વેબ્સાઈટ પર જોઈ શકાશે રિઝલ્ટ્સ.: (10:14 am IST)

અકિલા સોશ્યિલ મીડિયા