Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

આણંદ ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને ચૂંટણી પંચે નોટીસ ફટકારી : બે દિવસમાં જવાબ માંગ્યો

મિતેષ પટેલે રાલજ, મેતપુર, શકકરપુર, જલુંધ, ઉંદેલ, રંગપુર અને કોડવા ગામના મંદિરમાં સભા યોજી:જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીએ આગામી બે દિવસમાં મિતેષ પટેલને કારણદર્શક નોટિસ ફટકારી

આણંદ ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે કારણદર્શક નોટિસ ફટકારી છે. ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે, ખભાત તાલુકાના વિવિધ ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન  આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.

ખંભાત તાલુકામાં પ્રચાર દરમિયાન મિતેષ પટેલે રાલજ, મેતપુર, શકકરપુર, જલુંધ, ઉંદેલ, રંગપુર અને કોડવા ગામના મંદિરમાં સભા યોજી હતી. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીએ આગામી બે દિવસમાં મિતેષ પટેલને કારણદર્શક નોટિસ ફટકારી છે. જો 2 દિવસમાં મિતેષ પટેલ દ્વારા સંતોષકારક જરુરી ખુલાસો કરવામાં નહીં આવે તો ચૂંટણીના નીતિ નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(12:51 am IST)