Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

મોરબીના ભીમાસર ચોકડી પાસેથી દેશી પીસ્ટોલ, દેશી તમંચો તથા કાર્ટીઝ તેમજ ખાલી મેગ્જીન સાથે બે આરોપીઓ ઝડપાયા

મોરબી : નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ સંદિપ સીંઘ તથા પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરાની સુચના મુજબ હાલમાં મોરબી માળીયા મિ. વિસ્તારની વિધાનસભાની સામાન્ય પેટા ચુંટણી હોય જે ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ પુરી થાય તે સારૂ મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા તથા પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલસી.બી. મોરબીના પો.હેડ કોન્સ. જયવંતસિંહ ગોહીલ, સંજયભાઇ મૈયડ, તથા પો.કોન્સ. ભરતભાઇ મિયાત્રાને સયુંકત ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, બે શખ્શો  માળીયા, ભીમસર ચોકડી પાસે ગે.કા. હથીયારો, કાર્ટીઝ સાથે આવેલ હોય જેઓ હથીયાર તથા કાર્ટીઝની લે-વેચ કરનાર છે, તેવી ચોકક્સ બાતમી હકીકત મળેલ હોય જે હકિકત આધારે માળીયા હળવદ રોડ ભીમસર ચોકડી પાસેથી એલ.સી.બી. મોરબીના પોલીસ સ્ટાફના માણસો સાથે કોમ્બીંગ કરી બે ઇસમોને પકડી પાડી તેઓ પાસેથી પસ્તોલ નંગ-૨ કિ.રૂ. ૨૦,૦૦૦ તથા દેશી તમંચો નેગ-0૧ કી.રૂ.૫,ooo તથા તથા જીવતા કાર્ટીઝ કિ.રૂ.-૧૯ કિ.રૂ.૧૯૦૦ તથા ખાલી મેજીન નંગ-૦૨ કી.રૂ. ૨૦૦ મળી કુલ કી.રૂ. ૨૭,૧oo ના મુ દામાલ સાથે આરોપીને પકડી પાડી માળીયા મી. પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ છે.

પકડાયેલ આરોપીમાં  કેતનભાઇ ચંદ્રકાંતભાઇ પંચોલી (ઉ.વ. ૨૮)( રહે. કવાટ ગાયત્રીનગર સોસાયટી, સૈડીવાસન રોડ, તા.કવાટ જી.છોટાઉદેપુર ) દિપકભાઇ નંદકિશોરભાઇ શર્મા (ઉ.વ. ૨૮ )( રહે. વડોદરા, ન્યુ VIP રોડ, ખોડીયારનગર વૈકુઠ-૦રની સામે મોતીભાઇ પાર્ક, મકાન નંબર બી/૧૨૨ તા.જી.વડોદરા) ઈ-ગુજકોપ પોકેટ કોપ દ્વારા સર્ચ કરેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ આરોપી ન.૦૧ વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ (૧) છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૧૪૧૨૦૧૮ પ્રોહી કલમ-૬૫ઇ,૯૮૪ ૨) આરોપી ને-૦૨ વિરૂધ્ધ દાખલ થયેલનું નાઓ (૫) વડોદરા જિલ્લાના વારસીયા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૧૧૭/૨૦૧૭ આઇ.પી.સી કલમ-૨૮૩ (૪) વડોદરા જિલ્લાના બાપોદ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૨૪૬ ૨૦૧૪ આઇ.પી.સી. કલમ-૩૯૫, (૬)આણંદ જિલ્લાના વિધ્યાનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧ ૨૦/ર૦૧૫ આઇ.પી.સી. કલમ-૩૮૦, ૪૫૪ (૨) વડોદરા જિલ્લાના વારસીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૮/૨૦૧૮ આઇ.પી.સી. કલમ-૩ર૪,૫૦૩, વિ. (૩) વડોદરા શહેર ડીસી.બી. પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૦૦૧v૨૦ આર્મસ એકટ કલમ ૨૫(૧-બી)એ (૫) મુંબઇ દહીસર પોસ્ટે, સી.આર.નં-૦૩ ૩૭/૨૦૧૬ આઇ.પી.સી. કલમ-૩૦૩, ૩૨૪, તથા આર્મ્સ એકટ કલમ ર૫(૧-બી)એ છે

આ કામગીરીમાંવી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પોલીસ હેડ કોન્સ. દિલીભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, સંજયભાઇ મૈયડ, તથા પો.કોન્સ. ભરતભાઇ મીયાત્રા,આશીફભાઇ ચાણક્યા, નિર્મળસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા રણવીરસિંહ જાડેજા, તથા AHTU ના પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા વિગેરે જોડાયા હતા .

(7:19 pm IST)