Gujarati News

Gujarati News

  • ગિલગીટ અને બાલ્ટિસ્તાનને અલગ રાજ્યનો દરજ્જો અપાયો ઈમરાન ખાનની જાહેરાત : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગિલગીટ અને બાલ્ટિસ્તાન ઉપર મોટી જાહેરાત કરતા આ બંનેને પાકિસ્તાનમાં અલગ રાજ્યનો દરજ્જો આપ્યો છે. ભારત હમેશા પાકિસ્તાનના આ પગલાનો વિરોધ કરતું રહેલ છે. ગિલગીટ અને બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાનના લશ્કરનો ભયાનક આતંક છવાયેલો છે અને ત્યાંની પ્રજા વર્ષોથી જુલ્મ સહી છે અને સામનો કરી રહી છે. access_time 8:14 pm IST

  • ધોધા હજીરા રોરો ફેરી સર્વિસનું ૮ મી નવેમ્બરે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થશે : ધોધાથી હજીરા ૧૦ને બદલે ૪ કલાકમાં જવાશે. ૩૭૦ કિલોમીટરનું અંદર ઘટીને માત્ર ૯૦ કિ.મી. જ થશે. access_time 1:53 pm IST

  • પંજાબમાં મધ્યસત્ર ચૂંટણીઓ આવી રહી છે : આગામી ચાર નવેમ્બરે પંજાબના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંગ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી રહ્યા છે : દરમિયાન આ સૂચિત મુલાકાતના અહેવાલોને પગલે પંજાબમાં મધ્યસત્રી ચૂંટણીઓ આવી રહ્યાની અટકળો ખૂબ જ તેજ બની છે. access_time 7:04 pm IST