Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

મિઝોરમના લૂંગલેઇ ગામની માત્ર ચાર વર્ષની બાળાએ "મા તુજે સલામ, વંદે માતરમ" અદભુત રીતે રજૂ કરી લાખો લોકોની દાદ મેળવી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર "ઇસ્થર નામતે"ની આ અદભૂત ઉપલબ્ધિને ભાવપૂર્વક વધાવી લઇ લખ્યું છે કે 'Proud of Esther Hnamte for this rendition.'

  • ગુસ્સે ભરાયેલા ટોળાએ હરિયાણાના લવ જેહાદ "નિકિતા હત્યા કેસ"ને લઇને ફરીદાબાદના બલ્લભગઢમાં હાઈવે જામ કરેલ છે.. લોકો હત્યારાઓને વહેલી તકે ફાંસીની સજા આપવા માંગ કરી રહ્યા છે. બી-કોમના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની, 21 વર્ષીય નિકિતા તોમરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આરોપી તૌસિફ ધરાર નિકિતાને ઇસ્લામ ધર્મ પરિવર્તન કરાવી પરાણે શાદી કરવા માગતો હતો. નિકિતાએ જેનો સ્પષ્ટ ઇનકાર કરેલ. હત્યાના આરોપમાં કોંગ્રેસના ધારાસભ્ય આફતાબ અહમદના પિતરાઇ ભાઇ તૌસિફ, મિત્ર રેહાન અને સહાયક અઝહરુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. યુપી પછી હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આ અંગે સખત કાનૂન બનાવવા ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. access_time 4:51 pm IST

  • જામનગરના ભૂમાફીયા જયેશ પટેલના સાગરીત વકીલ વસંત માનસતાની ધરપકડ : ગુજસી ટોક હેઠળ ગુન્હો નોંધાયો છે : ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસનો આરંભ : જરૂર જણાયે આરોપીના સ્પેશ્યલ કોર્ટમાં રીમાન્ડ પણ મંગાશે : અગાઉ પણ ઘણા આરોપીની ધરપકડ બાદ રીમાન્ડ મંગાયેલા access_time 3:12 pm IST

  • પંજાબમાં મધ્યસત્ર ચૂંટણીઓ આવી રહી છે : આગામી ચાર નવેમ્બરે પંજાબના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંગ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી રહ્યા છે : દરમિયાન આ સૂચિત મુલાકાતના અહેવાલોને પગલે પંજાબમાં મધ્યસત્રી ચૂંટણીઓ આવી રહ્યાની અટકળો ખૂબ જ તેજ બની છે. access_time 7:04 pm IST