Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર-૧૧-ર૦ર૦ સોમવાર
નિજ આસો વદ-બીજ
સૂર્યોદય-૬-પ૩,સૂર્યાસ્ત-૬-૦૮
જૈન નવકારશી-૭-૪૧
ચંદ્ર રાશિ-વૃષભ-(બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
ર૩-પ૦થી રોહિણી,
-દિવસ-સામાન્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૮ થી ૧ર-પ૩ સુધી, ૬-પ૩ થી અમૃત-૮-૧૭ સુધી, ૯-૪ર થી શુભ-૧૧-૦૬ સુધી, ૧૩-પપ થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-૪૩ સુધી, રર-પપથી લાભ-ર૪-૩૧ સુધી,
શુભ હોરા
૬-પ૩ થી ૭-૪૯ સુધી, ૮-૪પ થી ૯-૪ર સુધી, ૧૧-૩૪ થી ૧૪-ર૩ સુધી, ૧પ-૧૯થી ૧૬-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં ખોટા વહેમ કે ખોટી જાણકારી જીવનને બરબાદ કરી શકે છે. જેથી માહિતી મેળવવામાં પણ સાવધાની રાખવી સતત નકારાત્મક વાતો તમારા જીવનને બરબાદ કરી શકે છે. અહીં મહાદશા કે અંતરદશા નબળી ચાલતી હોય તે સમયે તમો તમારા મગજમાં મેમરી પાવરમાં ખોટી માહિતી ભેગી કરો છો અને પછી સાચી માહિતી માટે તમારા પાસે સમય નથી કે તમારા મગજમાં કોઇ જગ્યા નથી. તમારી અંદરનો સોફટવેર ખોટી માહિતીથી ભરાઇ જાય છે. અહીં તમારે ગ્રહોના મોટીવેશન કાઉન્સેલીંગની જરૂર છે કોઇ સારૂ માર્ગદર્શન મેળવો. જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરો-અંહકાર આવે તો વિચારો કે આપણા કરતા હજારો ગણા શકિતશાળી લોકો છેવટે નિષ્ફળ જાય છે.