Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ઇગ્નૂએ જુલાઈ -2020 સત્ર માટેની અરજીની છેલ્લી તારીખ ફરીથી લંબાવી: હવે 15 નવેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

સમયમર્યાદા વધારવાની આ જોગવાઈ પ્રમાણપત્ર અને સેમેસ્ટર આધારિત કાર્યક્રમોને લાગુ રહેશે નહીં

નવી દિલ્હી : ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત યુનિવર્સિટી ( ઇગ્નુ ) એ ફરીથી જુલાઈ -2020 ના સત્રમાં, પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર સુધી લંબાવી છે.

ઇગ્નૂના પ્રવક્તાએ  નિવેદન બહાર પાડતાં કહ્યું કે, પહેલા જુલાઈ -2020 ના અધિવેશનમાં પ્રવેશ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર હતી. સમયમર્યાદા વધારવાની આ જોગવાઈ પ્રમાણપત્ર અને સેમેસ્ટર આધારિત કાર્યક્રમોને લાગુ રહેશે નહીં. એમપી, એમપીબી, પીજીડીએમએમ, પીજીડીએફએમ, પીજીડીએચઆરએમ, પીજીડીઓએમ, પીજીડીએફએમપી, ડીબીપીઓએફએ, પીજીડીઆઈએસ, એમસીએ, એમસીએ, બીસીએ અને 6 મહિનાની અવધિથી ઓછા સમયના, તમામ પ્રમાણપત્રો અને જાગૃતિ કાર્યક્રમો શામેલ છે.

રસ ધરાવતા ઉમેદવારો, બેચલર ડિગ્રી પ્રોગ્રામ, માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ અને યુનિવર્સિટી ડિપ્લોમા અને પીજી ડિપ્લોમા પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો ઇગ્નૂની સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ, 200 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે કોઈ ફી નથી.

(7:37 pm IST)