Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

નિકિતા હત્યા કેસમાં નારાજ ભીડે પોલીસ પર કર્યો પથ્થરમારો : નેશનલ હાઈવે 2 પર ચક્કાજામ

ફરીદાબાદ: હરિયાણા ના ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢમાં વિદ્યાર્થીની નીકિતાની હત્યા કેસમાં આજે મહાંપંચાયત બેઠી હતી. જો કે ત્યારબાદ ભારે બબાલ થઈ. મહાપંચાયતમાં આવેલા લોકોએ આરોપીઓને ફાંસી આપવાની માગણી લઈને હોબાળો શરૂ કરી દીધો. દરમિયાન લોકોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વેરવિખેર કરી નાખી.

નારાજ થયેલા લોકોએ 21 વર્ષની વિદ્યાર્થીની નીકિતાને ન્યાય અપાવવાની માગણી કરતા નેશનલ હાઈવે 2 બ્લોક કરી નાખ્યો. અત્રે જણાવવાનું કે કેસમાં બલ્લભગઢની 34 જાતિઓની આજે મહાપંચાયત બોલાવવામાં આવી હતી.

(2:02 pm IST)