Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ટ્રેન ટિકીટ જ નહીં હવે પ્લેટફોર્મ ટિકીટ પણ થશે મોંઘી :100થી વધુ સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ લગાવવાની તૈયારી

પ્લેટફોર્મ ટિકીટના ભાવ ડબલ કરવા વિચારણા : ખાનગી કંપનીઓના હાથમાં ઓપરેશનલ કામ સોંપાશે

નવી દિલ્હીઃ રેવલે હવે પ્લેટફોમ ટિકીટના ભાવ વધારીને આવક વધારવાની તૈયારી કરી રહ્યું છે. રેલવે દેશના પસંદગીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટના ભાવ ડબલ કરવા પર વિચાર કરી રહ્યું છે. હાલ ટિકીટના ભાવ 10 રૂપિયા છે જેને વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવશે. આ સિવાય યૂઝર્સ ડેવલોપમેન્ટ ફી એટલે કે UDF સ્કીમને પણ લાગૂ કરવાની તૈયારી છે. એક મીડિયા રિપોર્ટસ પ્રમાણે 121 સ્ટેશનો પર નવેમ્બર મહિનામાં યૂડીએફ લાગૂ કરી શકાય છે. તેવામાં આ સ્ટેશનો માટે ટિકીટના ભાવ વધી જશે.

રેલવે ખાનગી કંપનીઓની મદદથી ખુબ ઝડપથી રી-ડેવલોપમેન્ટનું કામ કરી રહી છે. ઘણા એવા સ્ટેશન છે જે ખાનગી કંપનીઓની મદદથી નવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યાંની સાફ-સફાઈ, રિનોવેશન, સુદંરતા, જાળવણી, વિકાસનું
વર્તમાનમાં પ્લેટફોર્મ ટિકીટ 10 રૂપિયા છે, જેને 20 રૂપિયા કરી દેવામાં આવશે. ઘણા સ્ટેશન ખાનગી કંપનીઓની સાથે કરારની અલગ-અલગ સ્થિતિઓ છે. નાગરુર, નેલ્લોર, પુડુચેરી, દેહરાદૂન, ગ્વાલિયર સ્ટેશન એવા છે, જ્યાં યૂઝર્સ ફીને પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્ટેશનો માટે ટ્રેન ટિકીટનું ભાડુ વધારવામાં આવશે.

(12:00 am IST)