સમાચાર ફટાફટ

ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ: (1:56 am IST)

ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે: (12:46 am IST)

ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી.: (7:25 pm IST)

ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા: (5:50 pm IST)

પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ: (5:48 pm IST)

રાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી: (4:41 pm IST)

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળોઃ પાકિસ્તાન વિરોધી સુત્રોચાર ભાજપના ધારાસભ્યોએ નારા લગાવ્યાઃ કેમ્પની બાજુમાં જ રહેતા હતા રોર્હિગ્યાઃ જૈશે રોહિગ્યાને બનાવ્યા હથિયાર: (2:03 pm IST)

અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર?: (12:31 pm IST)

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!!: (11:45 am IST)

જયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા : સવારથી ઘરેથી ગુમ : રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો : પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ: (9:23 am IST)

પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે : (9:22 am IST)

ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો: (12:56 am IST)

સીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે.: (7:35 pm IST)

રાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી: (6:47 pm IST)

મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા: (5:48 pm IST)

ઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે : (5:47 pm IST)

ગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે: (3:00 pm IST)

કલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા: (2:03 pm IST)

દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી: (11:45 am IST)

રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ: (9:23 am IST)

સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું : (9:23 am IST)

મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી: (9:22 am IST)

વ્હોરા વૃધ્ધાની હત્યા-લૂંટનો ભેદ ખુલ્યોઃ નવાગામનો રમેશ કોળી ઝડપાયો: નવાનાકાથી માલિયાસણ સુધીના આઇ-વે પ્રોજેકટના સીસીટીવી કેમેરા ચકાસાયા અને ભેદ ઉકેલવામાં સફળતા મળીઃ રમેશે જ્યાં હત્યા કરી તેનાથી તે દોઢ કિ.મી. દૂર બહેન સાથે કિંગ ફાર્મમાં રહે છેઃ ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા પોલીસને સફળતાઃ વૃધ્ધાને જવુ હતું ભગવતીપરામાં પણ રમેશ હોસ્પિટલ ચોક થઇ ગ્રીનલેન્ડ ચોકડીએ લઇ ગયો છતાં વૃધ્ધા કંઇ ન બોલ્યાઃ વૃધ્ધાને આંખે ઓછુ દેખાય છે તેવો ખ્યાલ આવતાં રમેશની દાઢ ડળકીઃ સોખડા પાસે ઉતારીને કહ્યું-માજી આવી ગયું ભગવતીપરા, માજી નીચે ઉતરતા જ પછાડી દીધા ને માથામાં પથ્થર મારી પતાવી દાગીના લૂંટી લીધા (4:08 pm IST)

અકિલા સોશ્યિલ મીડિયા