સમાચાર ફટાફટ

રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત :ત્રણ ગંભીર :હોસ્પિટલમાં ખસેડાયા ;ફૂડ પોઇઝનની અસર ;હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ?તપાસ શરુ ;એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી :ભીલવાડાના ભૂટેલમાં બનાવ: (1:13 am IST)

જયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા ;સવારથી ઘરેથી ગુમ ;રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો :પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ : (1:12 am IST)

સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ :બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું : (1:11 am IST)

પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરુદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી :સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો :અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે : (1:08 am IST)

મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો :પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ :જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી,મી,દૂર કેન્દ્રબિંદુ ;નુકશાનના કોઈ અહેવાલ નથી : (1:08 am IST)

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબીયત નાદુરસ્ત થતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયાં છે. તેમને શું થયું છે અને હાલ કેવી સ્થિતિ છે તે જાણવા મળ્યું નથી પરંતુ પરિવારના સભ્ય પણ હોસ્પિટલમાં જ છે. જોકે, હોસ્‍પિટલ સુત્રોના જણાવ્‍યા મુજબ તેઓ દર ર-૩ મહિને કરવામાં આવતું રૂટિન ચેક-અપ માટે આવ્‍યા હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે.: (8:06 pm IST)

કિમ જોંગની પરમાણુ ધમકીથી અમેરીકા ચિંતીતઃ ઉત્તર કોરિયાઈ કિમ જોંગ ઉને ફરી એકવાર જણાવ્યું કે, પરમાણુ અને મિસાઈલ પરીક્ષણ કરનાર ઉત્તર કોરિયા વિશ્વ સ્તરીય સૈન્ય મહાશકિત બની ગયું છે : હવે કોઈ પણ દેશ ઉત્તર કોરિયા તરફ ખરાબ નજરથી જોશે તો તેને પરીણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે: (4:12 pm IST)

જીજ્ઞેશ ભજીયાવાલાને આવકવેરાનું તેડુઃ કરોડો રૂપિયાની રોકડ અને પ્રોપર્ટી અંગે આયકર ખાતુ જવાબ લેશે! ૧ વર્ષ પછી જામીન ઉપર છુટતા હવે જીજ્ઞેશને નોટીસ સમન્સ ફટકાર્યા: (4:10 pm IST)

અમેરીકાના લુસીઆનામાં પ્રેકટીસ કરતા ભારતીય મુળના ડો. પદ્મિની નાગરાજ ઉપર મેડીકલેઈમના ખોટા બીલો બનાવી આપવાનો આરોપ મૂકાયો છે: (4:08 pm IST)

ભાજપ ' કેચ-૨૨' સ્થિતિમાં : પેટા ચુંટણીમાં રકાસ છતાં વસુંધરા રાજેનો કોઇ સબળ વિકલ્પ નથીઃ રાજસ્થાનમાં ભાજપ એવી મુંઝવણમાં છે કે વસુંધરા રાજેને હટાવી પણ શકે તેમ નથી અને સાથે પણ રાખી શકે તેમ નથી: (4:08 pm IST)

લાખોના ખર્ચે પોતાના માટે સ્પેશ્યલ લીફટ નખાવતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા વિવાદમાં ફસાયાઃ યુનિ. ટાવરમાં પોતાના માટે લીફ બનાવ્યાનો આરોપ: (4:08 pm IST)

૩ દિવસમાં ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓએ યુપી બોર્ડની પરીક્ષા છોડીઃ અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા છોડનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ દિવસમાં ૬.૩ લાખ થઈ ગઈ : શિક્ષણ વિભાગના અધિકારીઓ અનુસાર, તેનું કારણ પરીક્ષામાં નકલ થતી રોકવા માટે અપનાવેલ કડક વલણ છે : ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ બોર્ડની પરીક્ષા માટે ૬૬ લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી: (4:06 pm IST)

સૂચિતમાં ૩૧ માર્ચની ડેડલાઇન પ૦૦ કેસોનો નિકાલ : ૬૦૦ કેસમાં ૧લીએ સુનાવણી : ચાલી રહેલો સર્વે : આગામી ૩૧ માર્ચ સુચિત સોસાયટી અંગે ડેડલાઇન : તમામ ડે. કલેકટર તથા મામલતદારોને એડીશ્નલ કલેકટર હર્ષદ વોરાનો આદેશ : પ૦૦ કેસમાં વાંધાઓ -વિવાદ-કલેઇમ ફાઇનલ કરી લેવાયા : ૬૦૦ કેસની હવે સુનાવણી થશે : હાલ ૩૦ કર્મચારીઓ દ્વારા ચાલતો સર્વે : (4:06 pm IST)

અયોધ્યામાં રામમંદિર નિર્માણની શ્રીશ્રી રવિશંકરની ફોર્મ્યુલા પત્રકાર હાજી મહેબૂબે ફગાવી - શ્રી શ્રી રવિશંકરે મુસ્લિમ નેતાઓ સાથે બેઠક કરી - રામમંદિર વિવાદનો ઉકેલ કોર્ટની બહાર લાવવામાં આવે તેના પર ચર્ચા કરવામાં આવી: (2:41 pm IST)

ગણત્રીની કલાકોમાં 'અમેરિકા શટડાઉન'નું સંકટ ટળ્યું : યુ.એસ. સેનેટએ સરકારી શટડાઉનનો અંત લાવવા માટે શુક્રવારે મોડી રાત્રે મતદાન કર્યું હતું : હવે ૨૩ માર્ચ સુધી સરકારી યોજનાઓનું ફંડીંગ ચાલુ રખાશે : સેનેટમાં શટડાઉન હાલપુરતું સમાપ્ત કરવા માટેનું બીલ પાસ થયું: (1:16 pm IST)

સેન્સેકસમાં ૪૨૮ પોઈન્ટનો કડાકો યથાવત : નિફટી ૧૩૫ ડાઉનઃ વિદેશી શેરબજારોના ધબડકા બાદ ભારતીય બજાર શરૂઆતથી જ નીચે ખુલ્યુ: (11:43 am IST)

હાઈવોલ્ટેજ વાયરથી કરંટ લાગતા એક જ પરિવારના ૩-૩ સભ્યોના કરૂણ મોતઃ તાપી જિલ્લામાં ડમ્પર સાથે ખુલ્લો વીજતાર અડી જતા સોનગઢ - મેઢા ગામમાં ડ્રાઈવર અને માતા-પિતા સહિત ૩ના સ્થળ પર કરૂણ મોત થયા છે: (11:42 am IST)

માલદીવના રાજકીય સંકટમાં બે ભારતીય પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પત્રકારો જાણીતી ન્યૂઝ એજન્સી AFPમાં કામ કરતા હતા. મળતા અહેવાલ મુજબ અમૃતસરના મણી શર્મા અને લંડનમાં રહેતા ભારતીય મૂળના પત્રકાર આતિશ રવજી પટેલની માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.: (9:43 pm IST)

ઈઝરાયલ-ફિલિસ્તાન વિવાદમાં મોદી મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃફિલિસ્તાનના રાજદૂતઃ ભારતમાં ફિલિસ્તાનના રાજદૂત અદનાન અબુ અલહાઈજાએ 'ઈન્ડિયા ટુડે'ને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈઝરાયલ અને ફિલિસ્તાન સાથે સારા સંબંધ છેે અને તે બંને દેશો વચ્ચે વિવાદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે: (4:10 pm IST)

લ્યો બોલો.. રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાસે સ્માર્ટફોન નથી!!: વૈજ્ઞાનિકો અને એકેડમિક હસ્તિઓ સાથે મુલાકાત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે તેની પાસે સ્માર્ટ નથી : કુર્શતોવ પરમાણુ શોધ સંસ્થાના પ્રમુખે પોતાના ભાષણમાં જણાવ્યું કે, 'દરેકના ખિસ્સામાં સ્માર્ટફોન હોય છે.' : ગયા વર્ષે પુતિને જણાવ્યું હતું કે, તેને સોશ્યલ મિડીયા ઉપર આવવામાં રસ નથી: (4:09 pm IST)

દિલ્હીના હવાઈ મથક પરથી ૬ કારતુસ સાથે એક મુસાફર ઝડપાયોઃ કેન્દ્રિય ઓદ્યોગીક સુરક્ષા બળ (સીઆઈએસએફ)એ દિલ્હીના ઈન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી કોચ્ચિ જતા એક મુસાફરને ૬ કારતુસ સાથે ઝડપ્યો : મુસાફરી પહેલા થતી સુરક્ષા તપાસ દરમિયાન મુસાફરની હેન્ડ બેગમાંથી ૦.૩૨ એમએમના ૬ કારતુસ મળી આવ્યા: (4:08 pm IST)

સુરતમાં મુસ્લિમ મહિલાઓની રેલી નીકળીઃ બિલ રદ કરવા માંગણી : નવા ત્રિપલ તલાકના બિલના વિરોધમાં નવસારી પછીઃ જમિયતે ઉલમાએ હિન્દના નેજા હેઠળ મહિલાઓની રેલી: (4:08 pm IST)

NEETની પરીક્ષા આગામી 6 મેના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા દરમ્યાન લેવામાં આવશે. નીટની પરીક્ષા અંગે CBSEએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ વિદ્યાર્થીઓ http://cbseneet.nic.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકશે. સીબીએસઇ દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. CBSE દ્વારા માન્ય કરાયેલી ગુજરાતી સહિતની 8 ભાષાઓમાં NEETની પરીક્ષા લેવામાં આવશે.: (2:56 pm IST)

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથની ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગોરખપુર ઉપરાંત ફૂલપુર લોકસભા બેઠક પર 11મી માર્ચે મતદાન કરવામાં આવશે. ફૂલપુર બેઠક કેશવ પ્રસાદ મૌર્ય નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી. આ ઉપરાંત બિહારના અરરિયા લોકસભા બેઠક અને ભભુઆ, જહાનાબાદ વિધાનસભાની 2 બેઠકોની પેટાચૂંટણી માટે પણ 11 માર્ચના રોજ મતદાન કરવામાં આવશે અને મતગણતરી 14 માર્ચાના રોજ કરાશે.: (2:37 pm IST)

હનીટ્રેપ : વધુ એક ભારતીય ઓફિસર પાકિસ્તાની જાળમાં ફસાયો : ભારતીય વાયુસેનાનાં ગ્રુપ કેપ્ટન અરુણ મારવાહ પર પાકિસ્તાની જાસૂસી એજન્સીને સીક્રેટ માહિતી અને દસ્તાવેજો આપ્યાં હોવાનો આરોપ લાગ્યો : સેક્સ ચેટના ચક્કરમાં અરુણ મારવાહે માહિતી લીક કરી હોવાનું અનુમાન : લલનાઓની લાલચમાં દેશને પણ વેંચી દેવા તૈયાર થઈ ગયો હતો ઓફિસર : સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ, અરુણ મારવાહની ધરપકડની પુષ્ટિ કરી છે.: (1:02 pm IST)

અમરેલીમાં સત્તાધીશોનો સપાટો : ૮ રેશનીંગ દુકાનોના લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડઃ પ્રતિષ્ઠિત નાગરીકોના નામે પુરવઠો વેચી મારતા હતા: (11:43 am IST)

અમેરિકી સરકારનું એક મહિનામાં બીજી વખત ઐતિહાસીક 'શટડાઉન' : યુ.એસ. ફેડરલ સેવાઓ આજથી અટકાવાઇ : રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ સેનેટરો વચ્ચે સરકારી યોજનાઓના ફંડીંગ બાબતે અંતે પણ સંમતી ન સધાઈ: (11:12 am IST)

પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલંઘન : ગતરાત્રે કાશ્મીરના પુંચની કૃષ્ણ ઘાટી અને મેંઢર સેક્ટરમાં કર્યું અંધાધુંધ ફાયરીંગ : 1 મહિલાનું મોત: (9:55 am IST)

જાપાને એક વધુ સફળતા મેળવી છે જેમાં જાપાને વિશ્વના સૌથી નાના રોકેટનો ઉપયોગ કરી એક ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યો હતો. જાપાની અંતરિક્ષ એજન્સી 'JAXA'એ જણાવ્યું હતું કે, SS-520 નામનું આ રોકેટ લૈપ પોસ્ટ આકારનું છે અને તેનો વ્યાસ 50 સેન્ટીમીટર છે. એક રિપોર્ટ મુજબ ઇસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્ચું છે કે તેઓ પણ આવા નાના યાન બનાવવાની યોજના ઘડી રહ્યા છે: (9:39 am IST)

વ્યાજખોરોએ નાયબ મામલતદારના પતિનું અપહરણ કર્યુઃ ગોંધી રાખી મારકુટ : 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ: પોલીસ કમિશ્નરની આકરી ઝૂંબેશ વચ્ચે પણ વ્યાજખોરો બેફામઃ અજય ખીમાણીયા, યદુવીર ફાયનાન્સવાળા રાજુ લાવડીયા અને નિર્મળ મેતાએ ૭૫ લાખના વ્યાજ સામે જમીન-મકાનના ધંધાર્થી વણિક યુવાનની ઓફિસ, બે કાર પડાવી લીધા, ૨૧ લાખ બીજા વસુલ્યા છતાં વધુ રકમની માંગણી કરીઃ જામનગર રોડ શેઠનગરમાં રહેતાં ટંકારાના નાયબ મામલતદાર હીનાબેન મોદીએ વ્યાજખોર રાજુની ઓફિસે જઇ કોરા ચેક આપ્યા પછી જ તેના પતિ મયંક મોદી મુકત થયાઃ મોદી એસ્ટેટના નામે વ્યવસાયઃ યુનિવર્સિટી પોલીસે ત્રણેયની ધરપકડ કરીઃ પહેલા ૩ ટકા વ્યાજે કટકે-કટકે ૭૫ લાખ દીધા પછી ૬ ટકા વ્યાજ ગણી ૧ કરોડ ૪૫ લાખની ઉઘરાણી શરૂ કરી'તી.. (8:54 pm IST)

અકિલા સોશ્યિલ મીડિયા