Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજપીપળા દશાલાડ વાડીમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા શરદ પૂનમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

કોવિડ-૧૯ ની ગાઇડલાઈનના પાલન સાથે સમાજ દ્વારા કાર્યક્રમ યોજી ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દશાલાડની વાડીમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળા દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સરકારની કોવિડની ગાઈડ લાઇન અને સંપૂર્ણ નીતિ નિયમોને આધીન દરેક પ્રકારની કાળજી રાખવામાં આવી હતી. કાર્યક્રમ દશાલાડની વાડી ખાતે રાખવામાં હોય કાર્યક્રમમાં સમાજની મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે  ગરબા રમ્યા હતા સાથે દૂધ પૌઆ તથા અન્ય ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં દરેક વ્યક્તિએ  ફરજીયાત માસ્ક તેમજ  વાડીમાં આવતા પહેલા દરેક વ્યક્તિએ ગેટ પર રાખેલા સેનીટાઈઝથી હાથ સાફ કરવા અને ગેટ પર જ ગન દ્વારા ટેમ્પરેચર માપ્યા બાદ દરેકને વાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

(10:28 pm IST)