Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં કચરાના ઢગલા માંથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ

ગોધરા :શહેરના કલાલ દરવાજા વિસ્તારમાંથી કચરાના ઢગલા માંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. ગોધરા શહેર ના કલાલ દરવાજા વિસ્તારમાંથી રામસાગર તળાવ ના કિનારે ખુલ્લી જગ્યામાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ છુપાવવાના આશય સાથે બાળકી ના મૃતદેહને કચરાના ઢગલા માં છુપાવી નાસી જઈ ગુન્હો કરતા આ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી

પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા શહેર ના કલાલ દરવાજા વિસ્તારમાં રામ સાગર તળાવ ના કિનારે તા.૩૦/૧૦ ના રોજ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તાજી જન્મેલી બાળકી નો મૃતદેહ ઇરાદાપૂર્વક તેનો નિકાલ કરવાના આશય સાથે બાળકીના મૃતદેહ ને તરછોડી કચરાના ઢગલા માં છુપાવી નાસી જઈ ગુન્હો કર્યો હતો.ત્યારે શહેર ના જાગૃત નાગરિકે આ મામલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. .

(8:56 pm IST)