Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

રાજકોટ જિલ્લાના લોધીકાપાસે નદી ના ઘોડાપૂર માં કાર તણાઈ, ગઈકાલે ભારે વરસાદ સમયે બન્યો બનાવ, કારમાંથી 7લોકો નો દિલધડક બચાવ, ગામના તરવેયાઓ જાનના જોખમે નદી માં કૂદી પડ્યા સાતેય લોકો ને દોરડા વડે ખેંચી ને બહાર કઢાયા, લોધીકા પંથક માં ગઈ કાલે અમુક કલાક માં ચાર ઇંચ વરસાદ પડતા નદી માં પૂર આવ્યું હતું, ફોફળ નદી માં પૂર આવતા કાર ફસાઈ હતી, હેવી વીજલાઈન નું કામ પૂર્ણ કરી મજૂરો આ કાર માં જતા હતા બધાનો બચાવ.

સુરત જીલાણી બ્રિજ નજીક અકસ્માત, કાર ચાલક ની ગંભીર ભૂલ ના કારણે થયો અકસ્માત, બન્નેે બાઈક સવાર ને ગંભીર ઇજા, કાર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર, ચાલક વિરુદ્ધ નોંધાય ફરિયાદ, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

પ્રદેશ ભાજપ મીડિયાસેલ ના કન્વીનર યગ્નેશભાઈ દવે રાજકોટમાં, આગામી ચુંટણી ને લઈને તૈયારીઓ શરુ, નવા કન્વીનરો ની કરવામાં આવશે નિમણૂક, ઉદયપુર ઘટનાની જેમ વડોદરામાં યુવકને ધમકી મામલે આપી પ્રતિક્રિયા, પત્રકાર પરિષદ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

જુનાગઢ માં સર્વત્ર વરસાદ…

જામજોધપુર માં છેલ્લી દોઢ કલાકથી ધોધમાર વરસાદ. જામજોધપુર માં છેલ્લી દોઢ કલાકથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે .ધોધમાર વરસાદ જામજોધપુર પંથકમાં પડી રહ્યો છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગીગણી, સીદસર ગામે પણ વરસાદ પડ્યો છે, ખેડૂતોમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે આજે મેઘરાજા વરસતાં જગતનો તાત ખુશખુશાલ થયો છે અને જામજોધપુરનો ખરાવાડ નીચાંણવાળો વિસ્તાર હોવાથી તે વિસ્તારમાં પાણી વહેતાં થયાં છે તસવીરોમાં જામજોધપુર ના વરસાદી દર્શયો નજરે પડે છે. (દર્શન મકવાણા દ્વારા)