Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

બ્રિજ રમતમાં ભારત તરફથી રમશે 79 વર્ષીય રીટા ચોક્સી

નવી દિલ્હી: ભારતીય દળના 79 વર્ષીય ખેલાડી રીટા ચોકસી બ્રિજની રમતમાં ભારતને મેડલ માટે દાવો રજૂ કરશે.ભારતે જાકાર્તામાં આપણા 572 એથલિટ્સના ગ્રૂપને મોકલ્યુ છે. ભારત એશિયાનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓમાં એક દિલ્હીના રીટા ચોકસી. ઉંમર વધુ હોવા છતાં પણ પોતાને વૃદ્ધ માનતા નથી અને તેઓ પોતાને યુવાનથી કમ પણ નથી માનતા.જાકાર્તા એશિયાડમાં સેરેબ્રલ ગેમ્સ (માનસિક રમત)ની પણ એન્ટ્રી થઈ રહી છે અને તેમાંની એક છે બ્રિજ રમત. રમતમાં બન્ને ટીમના બે-બે ખેલાડી હોય છે. એશિયન રમતમાં પ્રથમવાર સામેલ કરવામાં આવી છે.બાળપણમાં રીતા બ્રિજ રમતા હતા પછી તે પેશન બની ગઈ. રીટા વર્ષ 1970માં રમતમાં ભાગ લઈ રહી છે. તેમને ઘણા ઈન્ટરનેશનલ ટુર્નામેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે, તેઓ ચીન, પાકિસ્તાન અને અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. રીતા ચોકસી સારા સ્વાસ્થ્ય માટે યોગ કરે છેબ્રિજ મગજની રમત છે તેમાં વયની કોઈ મર્યાદા નથી. ગોવામાં બ્રિજ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલી સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમણે ચાર લોકોની ટીમમાં પોતાની જગ્યા નક્કી કરી.

(5:04 pm IST)