Gujarati News

Gujarati News

રંગીલા રાજકોટ-સૌરાષ્‍ટ્રને ઇરાદાપૂર્વક રણમેદાનમાં ફેરવી મતદારોનો ભાજપ તરફેનો રોષ ભટકાવવાનો પ્રયાસ : પરેશ ધાનાણી : રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામાંકન ભરવા જઇ રહેલા પરેશ ધાનાણીએ ભાજપ પર કર્યા ધાણીફૂટ પ્રહારો : આમ આદમી પગભર થાય, સશકત થાય, ભ્રષ્‍ટાચારમાં પિસાતો બંધ થાય, મંદી-બેરોજગારીના ભરડામાંથી મુકત થઇ સ્‍વાભિમાનથી જીવે તેના માટે હું સતત પ્રયત્‍નશીલ રહીશ : ભાજપે સર્વાગી વિકાસની વ્‍યાખ્‍યા રોડ-રસ્‍તા-ગટર-પુલ-પાણી સુધી જ સીમીત કરી દીધી છેઃ જન-જનનો માનસીક, શારીરીક, આર્થિક, શૈક્ષણીક વિકાસ થાય તેને સર્વાગી વિકાસ કહેવાય : ભાજપ તે જાણે છે પણ અમલમાં મુકવા માંગતો નથી : ક્ષત્રીય બહેન-બેટીઓ વિષે અભદ્ર ટીપ્‍પણી કરવામાં આવી છે તેનો મને ભારોભાર રંજ છે અને રોષ છેઃ આ ટીપ્‍પણીથી માત્ર ક્ષત્રીય બહેન-બેટીઓ ઉપર જ નહિ દેશના તમામ સમાજ, તમામ વર્ગો, તમામ વર્ણોની બહેનોની અસ્‍મિતા ઉપર કુઠારાઘાત થયા છેઃ જયારે જયારે શકિતના સ્‍વાભિમાનને ઠેસ પહોંચી છે ત્‍યારે ત્‍યારે દૈવિક શકિતઓએ અહંકારીઓની રાક્ષસી વૃતિને ઓગાળી નાખી છે : હવે તે દિવસો આવી ગયા છે :ક્ષત્રીય બહેન-બેટી ઉપર અકારણ ટીપ્‍પણી કરી સૌરાષ્‍ટ્રને વર્ગવિગ્રહની આગમાં ઝોંકવાનો રૂપાલાનો પુર્વયોજીત પ્રયાસ હતોઃ રાજકોટ-સૌરાષ્‍ટ્રના મતદારો ભાજપની માનસીકતા સમજી લે અને મતદાન કરે access_time 2:40 pm IST