Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ભારતીય બેડમીન્‍ટન સ્‍ટાર સિંધુ થાઈલેન્ડ ઓપન બેડમિંટનની ફાઈનલમાં પ્રવેશી : હવે મુકાબલો જાપાન સાથે થશે

હૈદરાબાદ: ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ ઈન્ડોનેશિયાની ગ્રગોરી મારીસ્કા ટુન્જુંગને ૨૩-૨૧, ૧૬-૨૧, ૨૧-૯થી હરાવીને થાઈલેન્ડ ઓપન વર્લ્ડ ટુર સુપર ૫૦૦ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ફાઈનલમાં તેનો મુકાબલો જાપાનની ઓકુહારા સામે થશે. ઓકુહારાએ ગત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સિંધુને હરાવી હતી . સિંધુએ જીત બાદ કહ્યું કે, આ મુકાબલો મારા માટે અત્યંત મુશ્કેલ રહ્યો. ઈન્ડોનેશિયાની ખેલાડીએ જોરદાર લડત આપી હતી. જોકે આખરે મળેલી જીતથી હું ખુશ છું. હવે મારી નજર ફાઈનલ તરફ છે, જેમાં મારે જીતવા માટે વધુ સારો દેખાવ કરવો પડશે.

(12:34 pm IST)