Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગોલ્ડન બુટની રેસમાં ઇંગ્લેન્ડનો હૈરી કેન સૌથી આગળ

નવી દિલ્હી: રશિયામાં ચાલી રહેલ ફિફા વિશ્વકપની ૨૧માં સંસ્કરણ સમાપ્તિના આરે છે અને આવતીકાલથી શરુ થઈ રહેલ સેમીફાઈનલ મુકાબલામાં પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન હૈરી કેન છ ગોલની સાથે ગોલ્ડન બૂટની હરીફાઈમાં સૌથી આગળ છે. 
હૈરી કેને કેપ્ટન તરીકે ટીમનું આગળથી નેતૃત્વ કર્યુ અને ચાર મેચોમાં છ ગોલ ફટકાર્યા છે. પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બેલ્જિયમના સ્ટ્રાઈકર રોમેલુ લુકાકુ અને રશિયાના ડેનિસ ચેરીસેવ ચાર ગોલ સાથે બીજા ક્રમાંકે યથાવત છે. જોકે, હૈરી કેનને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ચેરીસેવથી કોઈ ખતરો નથી કારણકે આ બન્ને ખેલાડીઓની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચુકી છે. રોમેલુ લુકાકુની ટીમ બેલ્જિયમ સેમીફાઈનલમાં પહોંચી ચુકી છે જ્યાં તેનો સામનો આવતીકાલે ટાઈટલ માટે પ્રબળ દાવેદાર ફ્રાંસ સામે થશે. બેલ્જિયમની ટાઈટલ સુધી પહોંચવાનો રસ્તો ભલે સરળ ન હોય પરંતુ લુકાકુની પાસે હૈરી કેનને પછાડવાની સુંદર તક રહેલી છે. 
લુકાકુ ઉપરાંત ફ્રાંસના ફોરવર્ડ કીલિયન એમ્બાપ્પે અને એન્ટની ગ્રીઝમેન પણ ઈંગ્લેન્ડને ગોલ્ડન બૂટની હરીફાઈમાં પણ પાછળ કરી શકે છે. એમ્બાપ્પે અને ગ્રીઝમેને ટૂર્નામેન્ટના પાંચ મેચોમાં ત્રણ ગોલ ફટકાર્યા છે. ફ્રાંસ ફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે, એવામાં આ બન્ને ખેલાડીઓ પાસે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરી ઈતિહાસ રચવાની તક રહેલી છે. ઈંગ્લેન્ડે ક્રોએશિયા સામે પોતાની સેમીફાઈનલ રમવાની છે.

(6:43 pm IST)