Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

હેમિલ્ટન ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમ ૩૭૫ રનમાં ઓલઆઉટ

લાથમ સ્કોરમાં માત્ર ચાર રન ઉમેરી શક્યો : ન્યૂઝીલેન્ડના ૩૭૫ રન સામે પ્રવાસી ઈંગ્લેન્ડના બે વિકેટે ૩૯ રન : બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ રોમાંચક ચરણમાં પહોંચી

હેમિલ્ટન, તા. ૩૦ : હેમિલ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે બીજા દિવસે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં ૩૭૫ રન ઓલઆઉટના જવાબમાં ઈંગ્લેન્ડે રમત બંધ રહી ત્યારે બે વિકેટ ગુમાવીને ૩૯ રન કર્યા હતા. બર્ન ૨૪ રન સાથે અને કેપ્ટન રુટ ૬ રન સાથે રમતમાં હતા. આવતીકાલે ત્રીજા દિવસની રમત ઈંગ્લેન્ડ માટે ખુબ મહત્વપૂર્ણ રહી શકે છે. કારણ કે ઈંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ કરતા વધુ રન બનાવવા પડશે. પ્રથમ ટેસ્ટ મેચમાં હાર ખાધા બાદ પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમ ઉપર દબાણ વધી ગયું છે. અગાઉ હેમિલ્ટન ખાતે શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદ વિલન બનતા માત્ર ૫૪.૩ ઓવરની રમત શક્ય બની હતી. આ ગાળા દરમિયાન ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૩ રન બનાવ્યા હતા. આજે ન્યૂઝીલેન્ડે ત્રણ વિકેટે ૧૭૩ રનથી આગળ રમતા ઓપનિંગ બેસ્ટ્સમેન લાથમ કોઈ વધારે રન ઉમેર્યા વગર ૧૦૫ રનમાં આઉટ થઈ ગયો હતો.

                   ગઈકાલના સ્કોરમાં તે માત્ર ચાર રન ઉમેળી શક્યો હતો. જ્યારે નિકોલસ પણ સસ્તામાં આઉટ થયો હતો. માઉન્ટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવે યજમાન ન્યુઝીલેન્ડે ઇગ્લેન્ડ પર એક ઇનિગ્સ અને ૬૫ રને જીત મેળવીને શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. વેટલિંગે ધરખમ બેટિંગ જારી રાખી હતી અને બેવડી સદી ફટકારી હતી. વેટલિંગે ૨૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૨૦૫ રન બનાવ્યા હતા. જ્યારે સેન્ટનરે પણ ૧૨૬ રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૨૬૧ રન ઉમેર્યા  હતા. સેન્ટનરે ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. આંકડા પર નજર કરવામાં આવે તો હેમિલ્ટનના આ મેદાન પર છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યુઝીલેન્ડે પાંચ મેચો જીતી છે. આનો મતલબ એ થયો કે, છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યુઝીલેન્ડની એક પણ ટેસ્ટમાં હાર થઇ નથી. રોસ ટેલરે હેમિલ્ટનમાં ૧૮ ટેસ્ટ સદી પૈકી પાંચ સદી ફટકારી છે. આ ટેસ્ટમાં ગઈકાલે ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રુટે ટોસ જીત્યા બાદ વરસાદગ્રસ્ત માહોલમાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ટીમમાં મિશેલનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત જેક ક્રાઉલીનો પણ સમાવેશ કરાયો હતો. મેચ રેફરી તરીકેની ભૂમિકામાં આ મેચમાં પણ જવાગલ શ્રીનાથ રહેલો છે.

લાથમની શાનદાર સદી

હેમિલ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે બીજા દિવસે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં ૩૭૫ રન ઓલઆઉટના જવાબમાં ઈંગ્લેન્ડે રમત બંધ રહી ત્યારે બે વિકેટ ગુમાવીને ૩૯ રન કર્યા હતા. આજે ન્યૂઝીલેન્ડ તરફથી લાથમે ૧૦૫ અને મિશેલે ૭૩ રન બનાવ્યા હતા. બેટિંગ નીચે મુજબ રહી હતી.

લાથમની ઈનિગ્સ

રન............................................................... ૧૦૫

બોલ............................................................. ૧૭૨

ચોગ્ગા............................................................. ૧૬

છગ્ગા.............................................................. ૦૦

સ્ટાઇક રેટ................................................. ૬૧.૦૪

મિશેલની ઇનિગ્સ

રન................................................................. ૭૩

બોલ............................................................. ૧૫૯

ચોગ્ગા............................................................... ૮

સ્કોરબોર્ડ : હેમિલ્ટન ટેસ્ટ

ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ :

રાવલ

કો. રુટ બો. બ્રોડ

૦૫

લાથમ

બો. બ્રોડ

૧૦૫

વિલિયમસન

કો. રુટ બો. વોક્સ

૦૪

ટેલર

કો. રુટ બો. વોક્સ

૫૩

નિકોલસ

કો. બ્રોડ બો. કુરેન

૧૬

વેટલિંગ

કો. બર્ન બો. બ્રોડ

૫૫

મિશેલ

કો. આર્ચર બો. બ્રોડ

૭૩

સેન્ટનર

કો. વોક્સ બો. આર્ચર

૨૩

સાઉથી

કો. પોપ બો. વોક્સ

૧૮

હેનરી

અણનમ

૦૫

વાઘનર

કો. સિબલે બો. કુરેન

૦૦

વધારાના

 

૧૮

કુલ              (૧૨૯.૧ ઓવરમાં ઓલઆઉટ) ૩૭૫

પતન  : ૧-૧૬, ૨-૩૯, ૩-૧૫૫, ૪-૧૮૨, ૫-૧૯૧, ૬-૩૩૦, ૭-૩૩૦, ૮-૩૫૭, ૯-૩૭૫, ૧૦-૩૭૫

બોલિંગ : બ્રોડ : ૨૮-૭-૭૩-૪, આર્ચર : ૨૮-૮-૭૫-૧, વોક્સ : ૩૧-૬-૮૩-૩, કુરેન : ૨૩.૧-૭-૬૩-૨, રુટ : ૩-૦-૧૪-૦, સ્ટોક્સ : ૧૩-૫-૩૬-૦

ઈંગ્લેન્ડ પ્રથમ દાવ :

બર્ન

અણનમ

૨૪

સિબલે

એલબી બો. સાઉથી

૦૪

ડેનલી

કો. વેટલિંગ બો. હેનરી

૦૪

રુટ

અણનમ

૦૬

વધારાના

 

૦૧

કુલ

(૧૮ ઓવરમાં ૨ વિકેટે)

૩૯

પતન  : ૧-૧૧, ૨-૨૪.

બોલિંગ : સાઉથી : ૮-૧-૨૪-૧, હેનરી : ૭-૩-૧૦-૧, વાગનર : ૨-૦-૩-૦, મિસેલ : ૧-૦-૧-૦

(8:12 pm IST)