Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મોદી પાવરમાં છે ત્યાં સુધી ભારત અને પાક.ના સંબંધ નહીં સુધરેઃ આફ્રિદીનો બફાટ

તેમના વિચાર નકારાત્મક, તેમના લીધે ભારત- પાક.સંબંધો બગડયા

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું કહેવું છે કે જયાં સુધી નરેન્દ્ર મોદી પાવરમાં છે ત્યાં સુધી ભારત- પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે.

આ વિશે વધુ જણાવતાં આફ્રિદીએ કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી' પાવરમાં છે ત્યાં સુધી ભારત- પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં. ભારતીયો સહિત અમને પણ ખબર છે કે મોદી કયા પ્રકારે વિચારી રહ્યા છે. તેમના વિચાર નકારાત્મક તરફ વળેલા છે. માત્ર એક વ્યકિતને કારણે ભારત- પાકિસ્તાનના સંબંધ બગડયા છે, જે અમે કરવા નહોતા ઈચ્છતા. બન્ને દેશોના નાગરિકો એકબીજાને ત્યાં પ્રવાસ કરવા માગે છે, પણ મને ખબર નથી પડતી કે મોદી વાસ્તવમાં શું ઈચ્છે છે.' ૨૦૧૩થી ભારત- પાકિસ્તાન વચ્ચે એક પણ દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ. છેલ્લે ૨૦૦૬માં ઈન્ડિયન ટીમ રાહુલ દ્રવિડની આગેવાનીમાં પાકિસ્તાન ગઈ હતી.

(3:28 pm IST)