Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ભારતીય શૂટર સમરેશ જંગનો પરિવાર કોરોનાગ્રસ્ત

સમરેશનું ઘર મિનિ હોસ્પિટલ બન્યું

નવી દિલ્હી, તા. ૨૫ : ભારત માટે શૂટિંગમાં સાત સાત ગોલ્ડ મેડલ જીતનારા સમરેશ જંગના પરિવારના તમામ સદસ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ તેનું ઘર હવે મિની હોસ્પિટલ બની ગયું છે. સમરેશ જંગ શૂટિંગ અને લોકોમાં જાગૃતિ લાવતો હતો તેને બદલે હવે  તે કોરોના સામેની લડત અંગે લોકોને માહિતગાર કરી રહ્યો છે. સમરેશ જંગે અંગે જણાવ્યું હતું કે હું ચીજો દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જે કરવી જોઇએ અને કઈ વસ્તુ ના કરવી જોઇએ. હુ જે જાણું છુ તે સંદેશ આપી રહ્યો છુંા્ સમરેશ જંગનું નિવાસ ઘણું મોટું છે.

          તેમાં ઘણા રૂ છે અને ઘણા ટોયલેટ છે જેને કારણે તેને કોરાના વાયરસ પર વિજય હાંસલ કરવામાં મદદ મળી છે. તેના પરિવારના પાંચ સદસ્યો કોરોનાગ્રસ્ત બન્યા હતા. ૨૨મી જૂને સત્તાવાળાઓએ તેને કોરોના મુક્તનું પ્રમાણપત્ર આપ્યું હતું. સમય ગાળા સુધી તે અને તેનો પરિવાર ઘરમાં કોરોન્ટાઇન રહ્યો હતો. મેલબોર્ન ખાતે ૨૦૦૬માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં સમરેશ જંગે બે ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા હતા. ભારતીય શૂટિંગ ફેડરેશનમાં સમરેશ જંગ નેશનલ પિસ્તોલ કોચ છે. તેને પાંચમી જૂને કોરોના થયો હતો.

(7:43 pm IST)