Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વિસ્ડન ઈન્ડિયા પોલમાં તેન્ડુલકરને પછાડયો દ્રવિડે

ફેસબુક ઉપર ચૂંટણીમાં બાવન ટકા ક્રિકેટપ્રેમીઓએ રાહુલને પસંદ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર રાહુલ દ્રવિડે વિસ્ડન ઈન્ડિયા પોલમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને મહાત આપી છે. વાસ્તવમાં ફેસબુક પર આ ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં ૧૧,૪૦૦ લોકોમાંથી ૫૨ ટકા ક્રિકેટપ્રેમીઓએ ટેસ્ટમાં રાહુલ દ્રવિડને પસંદ કર્યો હતો. ૧૬ ખેલાડીઓથી શરૂ થયેલી આ ચૂંટણીમાં સુનીલ ગાવસકર સામે રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સામે સચિન તેન્ડુલકરે બાજી મારી હતી. જો કે ત્રીજા નંબર પર ગાવસકરે કોહલીને પછાડી પોતાનું સ્થાન જમાવ્યું હતું.

(3:56 pm IST)