Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ક્રિકેટ મેચમાં બોલને ચમકાવવા માટે લાળની ઉપયોગ ઉપર પ્રતિબંધ વચગાળાનું પગલું: અનિલ કુંબલેએ પ્રતિક્રિયા આપી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ અનિલ કુંબલેએ કહ્યું કે, બોલને ચમકાવવા માટે લાળની ઉપયોગ પ્રતિબંધ વચગાળાનું પગલું છે. કોવિડ ૧૯ મહામારી સાથે જોડાયેલી સ્થિતિ નિયંત્રીત થયા બાદ વસ્તુ બીજીવાર સામાન્ય થઇ જશે. સંક્રમણના ખતરાને ઓછો કરવા માટે કુંબલેની આગેવાની વાળી સમિતિએ લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની ભલામણી કરી છે.

આઇસીસીએ શુક્રવારે ક્રિકેટ બીજીવાર શરૂ કરવાના પોતાના દિશાનિર્દેશોમાં પણ તેને પ્રતિબંધ કરવાની સલાહ આપી છે. કુંબલેએ સ્ટાર સ્પોટ્ર્સના શો ક્રિકેટ કનેકટેડથી કહ્યું આ માત્ર અંતિમ ઉપાય છે. અને આશા કરીએ કે થોડા મહિના કે એક વર્ષમાં સ્થિતિ નિયંત્રણમાં આવી જશે અને મને લાગે છે કે વસ્તુ પહેલાની જેમ સામાન્ય થશે.

લાળ પર પ્રતિબંધને લઇને બોલરોએ મિશ્ચિત પ્રતિક્રિયા આપી છે, જેનું કહેવુ છે કે તેને ચોક્કસપણે સ્વિંગ હાંસિલ કરવા પર અસર પડશે પરંતુ ઘણાએ તેના ઉપયોગથી થનારા સંભવિત સ્વાસ્થ્યના જોખમનો સ્વીકાર કર્યો છે. તે પ્રકારની પણ ચર્ચા છે કે આઇસીસીએ બોલને ચમકાવવા માટે વેકસ જેવા કોઇ તત્વોના ઉપયોગની મંજુરી આપવી જોઇએ કી નહીં.

કુંબલેએ કહ્યું હતું કે બહારના પદાર્થોના ઉપયોગને લઇને ચર્ચા થઇ હતી કુંબલએ આ આશંકા પર કહ્યું, તમે રમતા ઇતિહાસને જુઓ, મારો કહેવાનો અર્થછે કે આપણે ઘણા આલોચનાત્મક રહ્યા છીએ અને બહારના પદાર્થને આવતો રોકવા પર આપણું ઘણું ધ્યાન રહ્યું છે.ે

(5:55 pm IST)