Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સે ઓલ ટાઈમ ઇન્ડિયા-સાઉથ આફ્રિકા ઈલેવનની કરી પસંદગી

 

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડી વિલીયર્સે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કર્યું હતું. દરમિયાન બંને ખેલાડીઓએ આઈપીએલ સહિત ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન બંને ખેલાડીઓએ ઓલ ટાઈમ ઇન્ડિયા-સાઉથ આફ્રિકા ઈલેવનને પણ પસંદ કરી છે. ટીમમાં સાત ભારતીય ખેલાડી અને સાઉથ આફ્રિકા ટીમના ખેલાડી સામેલ છે અને ઘણા દિગ્ગજ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સે રોહિત શર્મા અને સચિન તેંડુલકરને ઓપનર બેટ્સમેન તરીકે પસંદ કર્યા છે. સચિન તેંડુલકરે સાઉથ આફ્રિકા સામે વનડે ક્રિકેટ ઈતિહાસની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. એટલા માટે તેમને ટીમમાં સામેલ કરવા સ્વભાવિક છે. તેના સિવાય બધાને જાણ છે કે, રોહિત શર્મા કેટલા શાનદાર બેટ્સમેન છે. મિડલ ઓર્ડરમાં બંને ખેલાડીઓએ પોતાને રાખ્યા છે. નંબર ત્રણ પર વિરાટ કોહલી અને ચોથા નંબર પર એબી ડી વિલિયર્સ, જ્યારે છઠ્ઠા નંબર પર દિગ્ગજ ઓલરાઉન્ડર જૈક કાલીસની પસંદગી તેમને કરી છે.

તેના સિવાય યુવરાજ સિંહ પણ ટીમમાં છે. મહેન્દ્ર સિંહ ધોની ટીમના વિકેટકીપર બેટ્સમેન અને કેપ્ટન પણ હશે. સ્પિનરનું નામ ઘણું આશ્વર્યચકિત કરનારું છે. બંને ખેલાડીઓએ યુજ્વેન્દ્ર ચહલને સ્પિનર તરીકે પસંદ કર્યા છે. ઇમરાન તાહિર અને હરભજન જેવા સ્પિનરોને તેમને સામેલ કર્યા નથી. જ્યારે ત્રણ ઝડપી બોલરોની પસંદગી તેમને ટીમમાં કરી છે અને તે બોલર કાગિસો રબાડા, ડેલ સ્ટેન અને જસપ્રીત બુમરાહ છે.

ભારત અને સાઉથ આફ્રિકાની ઓલ ટાઈમ સંયુક્ત ઈલેવન ટીમ પ્રકાર છે : રોહિત શર્મા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, જૈક કાલીસ, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), યુજ્વેન્દ્ર ચહલ, ડેલ સ્ટેન, કાગિસો રબાડા અને જસપ્રીત બુમરાહ.

(12:09 am IST)