Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

એશિયન એથ્લેટિક્સ: ભારતની પી.યુ.ચિત્રાએ 1500 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો

 

ભારતીય એથ્લીટ પી. યુ. ચિત્રાએ ,૫૦૦ મીટરની દોડમાં શાનદાર દેખાવ કરતાં દોહામાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો

ચિત્રાએ અગાઉ ભુવનેશ્વરમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ઈવેન્ટમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી અને અહી તેણે ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો હતો. ચિત્રાએ મિનિટ અને ૧૪.૫૬ સેકન્ડના સમય સાથે એશિયન એથ્લેટિક્સમાં જાપાન, ચીન, બહેરિન જેવા દેશોની ખેલાડીને પાછળ રાખીને પોતાની શ્રેષ્ઠતાનું પ્રમાણ આપ્યું હતુ.

દોહામાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયનશીપમાં ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ હતો. અગાઉ ભારતની ગોમથી મારિમુથુએ ૮૦૦ મીટરની દોડમાં અને તાજિન્દર સિંઘ તૂરે ગોળા ફેંકમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

(10:37 pm IST)
  • છેલ્લા એક મહિનામાં ૭૪ર કરોડની રોકડ ઝડપાઇઃ ૪ ફેઇઝ બાકી : લોકસભાની ચૂંટણીના ૩ તબક્કા પૂરા થયા છે. હવે ૪ તબક્કા બાકી છે ત્યારે છેલ્લા ૩૦ દિવસમાં (માર્ચ ર૬ થી એપ્રિલ ર૪) સુધીમાં રૂ. ૭૪ર.ર૮ કરોડ રોકડા ઝડપાયા છે. જયારે ર૦૧૪માં રોકડ ઝડપાયાનો આંક ર૯૯.૯૪ કરોડનો હતો. access_time 3:27 pm IST

  • CBIએ ભૂષણ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમના પત્ની આરતી સિંઘલ સામે દેશના દરેક એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે : CBIને સંદેહ છે તેઓ બન્ને દેશ છોડીને ભાગી જવાની પેરવીમાં છે. access_time 9:20 pm IST

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં જુગાર રમતા 11 આરોપીની કરી ધરપકડ:રૂપિયા 60,550નો મુદ્દામાલ જપ્ત કરાયો access_time 9:09 pm IST