ખેલ-જગત
News of Thursday, 25th April 2019

એશિયન એથ્લેટિક્સ: ભારતની પી.યુ.ચિત્રાએ 1500 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો

 

ભારતીય એથ્લીટ પી. યુ. ચિત્રાએ ,૫૦૦ મીટરની દોડમાં શાનદાર દેખાવ કરતાં દોહામાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો

ચિત્રાએ અગાઉ ભુવનેશ્વરમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ઈવેન્ટમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી અને અહી તેણે ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો હતો. ચિત્રાએ મિનિટ અને ૧૪.૫૬ સેકન્ડના સમય સાથે એશિયન એથ્લેટિક્સમાં જાપાન, ચીન, બહેરિન જેવા દેશોની ખેલાડીને પાછળ રાખીને પોતાની શ્રેષ્ઠતાનું પ્રમાણ આપ્યું હતુ.

દોહામાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયનશીપમાં ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ હતો. અગાઉ ભારતની ગોમથી મારિમુથુએ ૮૦૦ મીટરની દોડમાં અને તાજિન્દર સિંઘ તૂરે ગોળા ફેંકમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

(10:37 pm IST)